Nawanagar Time
ગુજરાત

ભાણવડ પાલિકાના કારોબારી ચેરમેનના રાજીનામાનું નાટક

bhanvad-municipal-corporation-executive-chairmans-resignation

પાલિકાના હોદ્દા ઉપરથી રાજીનામું આપવું હોય તો ચીફ ઓફિસરને અપાઈ: શહેર પ્રમુખને રાજીનામું આપવાનો શું મતલબ?

ભાણવડ:-ભાણવડ નગરપાલિકા સત્તાધીશો વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલા ગજગ્રાહે આખરે હવે જ્વાળામુખી સ્વરૂપ ધારણ કરી લીધું છે. પ્રમુખ  તેમના પતિ સામે અતિગંભીર આક્ષેપો કરી હોદ્ા પરથી રાજીનામું આપી કારોબારી ચેરમેને ભાણવડના સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. જો કે, સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પાલિકા સત્તાધિશો મોવડી મંડળ સમક્ષ પોતાની શું સ્થિતિ છે? તે જાણવા જ આવા સ્ટંટ કરી રહ્યાં હોવાથી વિશેષ કંઇ નથી.

પાલિકા કારોબારી ચેરમેન નિમેષ  ઘેલાણીએ શહેર પ્રમુખને ટાંકીને ધરેલા રાજીનામામાં પ્રમુખ અને તેના પતિ સામે એકાએક અતિ ગંભીર અને પક્ષવિરોધી પ્રવૃત્તિ સહિતના આક્ષેપો કર્યા છે. હમણાં સુધી પ્રમુખ અને કારોબારી ચેરમેન વચ્ચે તાદાત્મ્ય હતું અને બન્ને મળીને મોવડી મંડળની ઉપરવટ થઇને ગમે તે નિર્ણયો બેધડક રીતે લઇ રહ્યાં હતાં. ત્યારે એકાએક એવું શું  પડી ગયું કે, ગંભીર આક્ષેપો કરી પદ છોડી દેવાનો નિર્ણય કર્યો એ સવાલ ઉઠયો છે. રાજીનામામાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે અને કારોબારી ચેરમેને તેમનું રાજીનામું ધરી દીધું છે. પરંતુ હાલ પાલિકામાં છેલ્લાં એક વર્ષ કરતાં પણ વધુ સમયથી સત્તા ભોગવતાં સત્તાધીશોની કામગીરીથી શહેરીજનો સારી રીતે વાકેફ જ છે.  દુહાઇ વચ્ચે અપવાદરૂપ બે-એક સત્તાધીશ સભ્યોને બાદ કરતાં એકપણ સદસ્યમાં લોકહિતના કામોની દરકાર નથી અને વિકાસના કામોમાં યા તો ટકાવારી અથવા નાના-મોટાં કામો પેટામાં રાખી આર્થિક સક્ષમ થવાની હોડમાં લાગેલી છે. એક વખતે આ જ કારોબારી ચેરમેન અને પ્રમુખનો એકરાગ હતો અને પાલિકા પ્રમુખના પતિ સાથે મળી બે મહિના  ન ટકી શકેલા રોડના અટકેલા બિલો પાસ કરાવવા ભારે વિરોધ છતાં મહેનત કરવામાં કોઇ કસર છોડવામાં ન આવેલી એ જગજાહેર છે ત્યારે આ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપવું એ પણ એક કોયડો છે. સૂત્રોમાંથી જાણવા મળતી ગુપ્ત માહિતી મુજબ આ રાજીનામા પાછળ લોકહિતનું  રૂપકડું કારણ બતાવવામાં આવ્યું છે. પરંતુ  તો એ છે કે, કયાંકને કયાંક પાલિકા પ્રમુખ અને તેમના પતિ દેવ સાથે સ્વહિતને લઇને જ આંટી પડતાં ચારેબાજુએથી ઘેરાયેલા ચેરમેનએ રાજીનામું ધરવાનું સ્ટંટ કરેલું છે. એક માહિતી મુજબ કારોબારી ચેરમેનને શંકા હતી કે, તેમના ચૂંટણી જાહેરનામામાં બેન્કની લોન અંગે છૂપાવેલી હકીકતને લઇને વિપક્ષો જે કાર્યવાહીનું વિચારી રહ્યાં છે  પ્રમુખના પતિદેવનો દોરીસંચાર કરી રહ્યાં છે.

ભાણવડમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ભૂગર્ભ ગટરના કામાં લોલંલો, સિંચાઇ યોજનામાં નિષ્ફળતા, શૌચાલયોનું મહાકૌભાંડ સહિતની અનેક કદી ન જોવા મળેલી બદીઓ આ છેલ્લી બે બોડીની પાંચ વર્ષની કામગીરીએ દેખાડી દીધી. ત્યારે જોવાનું એ રહ્યું કે, લોકસભાની ચૂંટણીઓના પરચમ લહેરાઇ ચૂકયા છે ત્યારે મોવડી મંડળ  બનાવ અંગે કેવું વલણ અપનાવે છે? શક્ય છે કે, આ આખા મામલાને ઠારી દેવામાં આવશે અને કુલડીમાં ગોળ ઘોળી લેવામાં આવશે. પરંતુ શહેરીજનોની એ આશંકા હવે દુર થઇ ગઇ છે કે, આ સત્તાધીશો માત્ર નિજ હિત સિવાય બીજું કંઇ વિચારતા નથી અને લોકહિતના નામે જે કંઇ પણ સ્ટંટ કરે  તેની પાછળ માત્રને માત્ર અંગત સ્વાર્થ જ છૂપાયેલો હોય છે. રાજીનામામાં કારોબારી ચેરમેનએ પોતાની અને પ્રમુખની જ્ઞાતિને લઇને કરેલા એકથી વધુ વખતના ઉચ્ચારણમાં પણ અનેક સમીકરણો સામે આવી રહ્યાં છે.

 

Related posts

બિલ પ્રથા બંધ: પ્રિ-પેઈડ મીટર ફિટ કરવા ગોઠવાતો તખ્તો

Nawanagar Time

એપીએલ રેશનકાર્ડ ધારકોને દર માસે ચાર લીટર કેરોસીન અપાશે

Nawanagar Time

ભાણવડમાં પૂનમબેન માડમના ચૂંટણી કાર્યાલયનો દબદબાભેર શુભારંભ

Nawanagar Time

Leave a Comment