Nawanagar Time
ગુજરાત જામનગર

ચૂંટણી ટાણે જ ભાણવડ પાલિકાના કારોબારી ચેરમેનનું રાજીનામું

bhanvad-municipal-executive-chairman-resigns-at-the-election

પાલિકા પ્રમુખ દ્વારા કારોબારી ચેરમેનની સતત અવગણના કરાતી હોવાનું કારણભૂત

મહિલા પ્રમુખના પતિની દખલગીરીને કારણે પાલિકા સદસ્યોમાં અસંતોષ

જામનગર:-ભાણવડ પાલિકામાં સતાપક્ષના સદસ્યોનો  આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચતા કારોબારી ચેરમેન રાજીનામુ આપી દીધુ છે. ભાણવડ પાલિકામાં સતત 22 વર્ષથી પાંચમી ટર્મથી પાલિકામાં ભાજપનું શાસન છે. હાલની બોડીના પ્રમુખ સાથી સદસ્યો સહિત કારોબારી ચેરમેનની પણ સરેઆમ અવગણના કરતા હોવાથી કારોબારી ચેરમેન નિમિશ ઘેલાણીએ પક્ષ પ્રમુખને રાજીનામુ આપી દિધુ છે. રાજીનામાથી પાલિકા પ્રમુખ પર અનેક  ઉઠયા છે.

ભાણવડ શહેરના સીસી રોડમાં હોદેદારો દ્વારા પેટા કોન્ટ્રાકટ રાખી અને નબળી ગુણવતાની રાવ પ્રજામાં ઉઠી હતી. ત્યારે વિરોધ પક્ષ દ્વારા લોકરોષ સાથે સુર મિલાવતા બિલ ચુકવણું સ્થગિત કરાયું હતું. શાસક પક્ષમાં જ અંદરો અંદર લાગી પડી હોય તેમ કારોબારીએ લીધેલા નિર્ણયોની પ્રમુખ દ્વારા અવગણના તેમજ જનરલ બોર્ડમાં  બહુમતીથી લેવાયેલા નિર્ણયોમાં અંગત હિતને સર્વોપરી સ્થાપી રાગદ્રેશથી નિર્ણયોને વિલંબિત કરાતા હોવાનું રાજીનામા જણાવ્યું છે. તેમજ મહિલા પ્રમુખના પતિ પત્ની વચ્ચેના સતા ગજગ્રાહમાં સાથી સદસ્યો સહિત લોક સમસ્યાનું નિરાકરણ અવરોધાય રહ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે કારોબારીમાં પ્રજાને સ્પર્શતા મુદામાં કોરમ પૂર્ણ ન થવા દેવુ તેમજ કારોબારીની સતાને  અને અસકારક મુદ્દાઓમાં જોહુકમી કરી અને નકારાત્મક સર્વોપરિતાને ધરાર ઠોકી બેસાડવા, તોછડાઇ પૂર્વકના વાણી વર્તનથી ત્રસ્ત થઇ હોવાનું સન્માન ન જડવાતા કારોબારી સતાને તુચ્છ ગણતા હોવાથી રાજીનામુ આપ્યાનું કારોબારી ચેરમેને જણાવ્યું છે.

આ મામલે શહેરભાજપ પ્રમુખ વિનોદભાઇ ઉનડકટે જણાવ્યું હતું કે, કારોબારી ચેરમેનના રાજીનામા અંગે પાર્ટીમાં સમીક્ષા કરી અને  માટે યોગ્ય નિર્ણય લેવાશે. કયાં કારણો જવાબદાર છે તે અંગેની પાર્ટીમાં સમીક્ષા કરવામાં આવશે. તેમજ પાર્ટી અનુશાસન મુજબ ત્વરિત નિરાકરણ હાથ ધરાશે.

Related posts

હવે ગુજરાત અને મહારાષ્ટ્રના નાગરિકો માટે રેશનીંગ અનાજની ઇન્ટર-સ્ટેટ પોર્ટીબીલીટી શરૂ

Nawanagar Time

લોકરોષ સામે તંત્ર ઝૂક્યું: ગ્રેઈન માર્કેટ શરૂ કરાઈ

Nawanagar Time

બીએસએનએલને લાગશે અલીગઢિયા તાળા

Nawanagar Time

Leave a Comment