Nawanagar Time
ગુજરાત

સ્વચ્છતાના મુદ્દે ભાણવડ નગરપાલિકા કુંભકર્ણની નિંદ્રામાં

bhanvad-municipality-kumbhakarna-sleepy-on-cleanliness-issue

નગરગેઇટ પણ ગંદકીથી લથબથ: મહિનાઓ સુધી રજૂઆતોનો ઉકેલ ન આવતા શહેરીજનો જાતે ગટરો સાફ કરવા મજબૂર

ભાણવડ:-ભાણવડમાં શહેરી સ્વચ્છતાના પ્રશ્ર્ને નગરપાલિકા કુંભકર્ણ નિંદ્રામાં પોઢયું હોય તેમ નાકે નાકે ગંદકી અને અસ્વચ્છતાએ ભરડો લીધો છે અને પરિસ્થિત એવી  છે કે લોકોએ જાતે સાફ-સફાઇ કરવાની ફરજ પડી રહી છે. તો જાગૃત નાગરિકોની રજૂઆતો મહિનાઓ સુધી ઉકેલાતી ન હોવાની પણ ફરિયાદો પાલિકા સામે કરવામાં આવી રહી છે.

ભાણવડ નગરપાલિકામાં કોઇ પ્રશ્ર્ને રજૂઆત કરવામાં આવતી હોય તેનો અઠવાડિયે પખવાડિયે તો ઠીક મહિને પણ ઉકેલ લાવવામાં આવતો નથી અને જયારે જવાબદારોને  પૂછવામાં આવે ત્યારે જાણવા મળે કે તેમના સુધી તો એ રજૂઆત એક મહિના બાદ પણ પહોંચી જ ન હોય. તાજેતરમાં જ આવી એક ઘટના સામે આવી જેમાં ભાણવડના એક સુશિક્ષિત અને પ્રતિષ્ઠિત વ્યકિતએ 16 જાન્યુઆરીના રોજ તેમના વિસ્તાર અંગે લાંબા સમયની ચારેક સમસ્યાઓ અંગે પાલિકા ઓવરશિયર નકુમ સમક્ષ લેખીત  આપી હતી. જેમાંની એકાદ સમસ્યા અકસ્માતે હલ થઇ હતી. પરંતુ બીજી કોઇ સમસ્યાનું નિરાકરણ ન આવતાં એક મહિના બાદ નગરપાલિકાએ સતાધિશો, વિ5ક્ષો તેમજ ચિફ ઓફિસરની હાજરીમાં આ રજૂઆત અંગે પૂછપરછ કરતા સતાધિશો કે ચિફ ઓફિસર કોઇ જવાબ આપી શકયા ન હતા આગળ પૂછપરછ કરતા જાણવા મળેલ કે, ઓવરશિયર નકુમે  રજૂઆતની કોઇ સબંધિત વિભાગને કે ચિફ ઓફિસરને જાણ જ કરી ન હતી.

રજૂઆત કર્તાએ ધાર્યુ તો એક ફોનથી પણ તેમના પ્રશ્ર્નનું નિરાકરણ થઇ શકયું હોત પરંતુ તેઓએ એક આમ નાગરીકની જેમ લેખીત રજૂઆત કરી પદ્ધતિસર રસ્તો અપનાવ્યો હતો ત્યારે તેમને પણ મહેસુસ થયું કે, આ પાલિકા તંત્રમાં કોઇ કામ  લાઇનથી કરાવવા માંગતા આમ નાગરિકોએ સહેજેય આશા રાખવી નહિ અને આ મુદ્દે પાલિકા સતાધિશો તેમજ ચિફ ઓફિસરને સણસણતા સવાલો કરી શરમજનક સ્થિતિમાં મુકી દીધા હતાં જો કે, પાલિકા વાહકો માટે આ પહેલી વખતની ઘટના નથી, આવું નીચા જોણું તો અગાઉ પણ અનેક વખત થયેલ છે જેમાં મોટે ભાગે પાલિકા  ભૂમિકા જ સામે આવી છે જો કે આ જ પાલિકા ઓવરશિયર કેટલાક ચોકકસ સતાધિશો માટે મલાઇનો માર્ગ શોધી આપતા હોઇ આજ સુધી અનેક છબરડાઓ છતાં તેમને ઉની આંચ આવી નથી.

Related posts

જામનગર મહાનગરપાલિકાને અચાનક જ એચડીએફસી બેંક ઉપર પ્રેમ ઉભરાયો

Nawanagar Time

વિધાનસભાનો રેકોર્ડ, મધરાત બાદ પણ સત્ર ચાલું રહ્યું

Nawanagar Time

8મી એ જામનગર લોકસભા-વિધાનસભાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બનશે

Nawanagar Time

Leave a Comment