Nawanagar Time
ગુજરાત

ભાણવડ રેલ્વે સ્ટેશન નવા બિલ્ડીંગનું લોકાર્પણ કરતા સાંસદ પૂનમબેન માડમ

bhanvad-railway-station-public-offering-the-new-building-poonamben-madam

ભાણવડ નગરપાલીકાને 8.33 લાખની એમ્બ્યુલન્સ ભેટ

જામ ખંભાળિયા:-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ રેલ્વે સ્ટેશન પર યાત્રીકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી સાંજે  જામનગર-દેવભૂમિ જિલ્લાના સાંસદ પૂનમબેમ માડમ દ્વારા નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ સાથે વિવિધ સ્ટેશનો પર કરવામાં આવનાર કાર્યોનું ખાતમર્હૂત  હતું.

ભાણવડ નગરપાલીકાને આપવામાં આવેલી નવી એમ્બ્યુલન્સનું રીબીન કાપી મર્હુત કવ્યું હતું. જેમાં રેલ્વે સ્ટેશનમાં ખાતમર્હુત કર્યો તેમાં લાલપુર સ્ટેશન પર પ્લેટફોર્મની લંબાઇ વધારો કરવામાં આવશે તેમજ એક હાઇ લેવલનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે. ગોપ સ્ટેશન પર એક વધારાનું પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને એક દિલ્યાંગ યાત્રિકો માટેની સુવિધામાં વધારો કરવામાં  તેમજ બાલવા સ્ટેશન પર દિવ્યાંગ યાત્રિકો માટે વધારાની સુવિધાઓમાં વધારો કરવામાં આવશે.

આ તકે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું કે, રેલ્વે આપણા દેશને જોડતો મુખ્ય માધ્યમ છે રેલ્વેની સુવિધાઓ જેમ જેમ વધે તેમ સમગ્ર દેશ સાથે આગળ વધવાની તકો પણ આપણી વધતી હોય છે. આ રેલ્વે સ્ટેશનની સુવિધામાં વધારો થયો  તાલુકાના આજુ બાજુ ગામ તેમજ શહેરી જનોને મુસાફરી કરવામાં મુશ્કેલી નહી પડે. આ કાર્યક્રમમાં પશ્ચિમ રેલ્વે અધિકારી નિવાસન, માશુક અહમદ, ભાણવડ નગરપાલીકા પ્રમુખ જોશનાબેન સાગઠીયા, ભાણવડ ભાજપ તાલુકા ભાજપ પ્રમુખ ગોંવિદભાઇ કનારા, ભાજપ આગેવાન હિતેશભાઇ પીંડારીયા, મશરીભાઇ નંદાણીયા, પાલાભાઇ કરમુર, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પરબતભાઇ ભાદરકા,  ગ્રામજનો- શહેરીજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા.

Related posts

રાજય આચાર્ય સંઘની ખાસ રજૂઆત ટૂંક સમયમાં ગ્રાન્ટ

Nawanagar Time

આરટીઇમાં પ્રવેશ માટે 3120 બેઠક માટે ત્રણ ગણા ફોર્મ ભરાયા

Nawanagar Time

મરસિયા સાંભળી જન્મદિવસની ઉજવણી કરશે માજી ધારાસભ્ય મહિપતસિંહજી

Nawanagar Time

Leave a Comment