Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં રેઢીયાળ ઢોરોનો પ્રશ્ર્ન ન ઉકેલાતાં પ્રજાજનોમાં રોષ

bhanvad-redhiyala-livestock-in-question-did-not-ukelatam-citizens-fury

ચિફ ઓફીસરે એક માસમાં ઉકેલની આપેલી ખાતરી પાંચ માસ બાદ પણ નથી ઉકેલાઇ!

ભાણવડ:-ભાણવડની શહેરીપ્રજા માટે રેઢીયાળ ઢોરોનો પ્રશ્ર્ન જીવલેણ હોવા છતાં નગરપાલિકાના સતાધીશો અને ચિફ ઓફીસરની નફટાઇભરી ઉદાસીનતાને કારણે લાંબા સમયથી વણ ઉકેલાયો જ રહયો છે અને આ મુદે વિપક્ષોએ પાંચ માસ પહેલા કરેલા ધરણાં વખતે ચિફ ઓફિસરે એક માસમાં પ્રશ્ર્ન ઉકેલની આપેલી ખાતરી પાંચ મહિના બાદ પણ પૂર્ણ થઇ તો વિપક્ષો પણ આ મુદે ચિફ ઓફીસર અને ઓવરશિયરની એક માસની લોલીપોપનો ભોગ બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે ત્યારે ભાણવડની શહેરીપ્રજા સવાલ કરી રહી છે કે, આ મુશ્કેલીનો અંત કયારે આવશે?

શહેરમાં રેઢીયાળ ઢોરોએ માઝા મુકી છે અને છાશવારે આખલા યુઘ્ધ તેમજ રસ્તા પર અડિંગાને કારણે રાહદારીઓ આફતમાં સપડાઇ રહ્યાં છે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાઇ ચુકી છે જેમાં શહેરીજનો સામાન્યથી લઇ જીવલેણ યાતનાઓ ભોગવી ચુકયા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે. ત્યારે આ મુદ્ે આજથી પાંચેક માસ પહેલા શ્રાવણમાસ દરમ્યાન વિપક્ષી સદસ્યો તેમજ સામાજીક કાર્યકરોએ પાલિકા સામે ધરણાં કરતાં મામલતદાર પંજાબીની મઘ્યસ્થીમાં પાલિકા ચિફ ઓફિસર ફુરકાન ગીરાચ તેમજ ઓવરશિયર નકુમ ધરણા છાવણી પર આવી ખાતરી આપેલ કે રેઢીયાળ ઢોરોનો પ્રશ્ર્ન એક માસમાં ઉકેલાઇ જશે પરંતુ આ ખાતરી આજે પાંચ માસ બાદ પણ પરીપૂર્ણ થઇ નથી.

વિપક્ષી સદસ્યો પણ આ બાબતે થોડા નિષ્ક્રિય હોય એમ પાંચ માસમાં કયારેય સક્રિય તપાસ હાથ ધરી નથી ત્યારે ટેન્ડર પ્રક્રિયા મુદે ઓવરશિયર નકુમે અખબારી જાહેરાત માટે પાલિકા પ્રમુખ અને કારોબારી ચેરમેન મંજુરીની મહોર મારતા નહીં હોવાની કેફિયત આપતા થયેલા હોબાળા બાદ જાહેરાત આપી ભાવ મંગાવવામાં આવેલા જેના ટેન્ડર ખોલવાની કાર્યવાહી પણ એકદમ ગોકળગાયની ગતિએ કરવામાં આવેલ હવે આ ટેન્ડરો ખોલવામાં આવ્યા બાદ જેમના ભાવ નિચા આવેલા છે. તેમને કામ આપવાનો હુકમ કારોબારી ઠરાવ બાદ કરવામાં આવનાર હોવાનું પાલિકાના વિશ્ર્વાસપાત્ર સુત્રોમાંથી જાણવા મળેલ છે ત્યારે એમ કહી શકાય કે, કયાંક ને કયાંક પ્રજાહિતના કામો માટે સતાધિશોની ઇચ્છાશકિત મરી પરવારી છે એવું લાગી રહયું છે સતાધિશો માટે બે બે માસમાં હતાં ન હતાં થઇ ગયેલા તેવા રોડના કામો કરનારા કોન્ટ્રાકટરોના બીલો કે જે ધારાસભ્યના આગ્રહને કારણે અટકાવવામાં આવેલા હતાં તે પાસ કેમ ઝડપથી કરાવવા તેની જેટલી ચિંતા કરવામાં આવી તેની એક ટકા ચિંતા પણ લોકહિતના કામો અંગે કરવામાં નથી આવી રહી છે તે શહેરીજનોને કેવું દુર્ભાગ્ય છે ? સતાપક્ષના હોેદેદારોની એક જ સ્પષ્ટ નિતી હોય તેવું લાગી રહ્યું છે કે જે કામોમાં નિજહિત ન હોય તેને સહેજપણ પ્રાથમિકતા ન આપવી, આ જ કારણથી કદાચ થોડા દિવસ પહેલા સતાપક્ષના કોર્પોરેટરે તેના મતદારના બીપીએલ કાર્ડ માટે ધરણા ઉપર ઉતરવું પડયું હતું અને રવિવાર જેવા રજાના દિવસે પાલિકાએ બે બીપીએલ કાર્ડની કાર્યવાહી કરી ઓફીસ અવર્સના સમય પછી રાત્રે નવ વાગ્યે ઇશ્યુ કરવાની મજબુરીવશ ફરજ પડી હતી.  હોદેદારોની નિજહીતની અદમ્ય ઝંખનાને કારણે ભાણવડના અનેક પ્રજાલક્ષી વિકાસના કામોની ફાઇલો અભેરાઇએ ધુળ ખાઇ રહી છે ત્યારે સતાધિશોના મોવડી મંડળની ચુપકીદી પણ અનેક સવાલો જગાવી રહી છે શહેરના રસ્તાઓની હાલત, સિંચાઇ યોજનાઓના કામો, ભુગર્ભ ગટરના કામો શહેરની હાલતથી શું સતાધિશોનું મોવડી મંડળ અજાણ છે? જો ના હોય તો એવું શું કારણ છે કે, પાલિકાના ચોકકસ હોેદેદારોની સતાના મદમાં કરવામાં આવી રહેલી મનમાનીથી પ્રજામાં ખરડાઇ રહેલી પાર્ટીની છબી છતાં ચુપકીદી સેવવામાં આવી રહી છે એ પણ એક કોયડો બની રહેલ છે.

Related posts

ભાજપના શાસનમાં છેવાડાના જામનગરની અવ્વલ નોંધ લેવાઈ: પૂનમબેન

Nawanagar Time

જામનગર જિલ્લાના 13 ગામડાઓમાં ટેન્કરના 115 ફેરાથી પહોંચાડાતું પાણી

Nawanagar Time

જામનગરના નવા મહેસૂલ ભવન-સેવા સદનમાં અનેક ખામીઓ

Nawanagar Time

Leave a Comment