Nawanagar Time
ગુજરાત

ભાટીયા: માર્કેટીંગ યાર્ડમા તંત્રની કામગીરી મંદ ગતીએ, માત્ર 67 ટકા ખેડૂતોની મગફળી જ ઓનલાઇન ખરીદાઇ

bhatia-in-the-marketing-yard-the-functioning-of-the-system-was-slow-only-67-farmers-bought-peanuts-online

ભાટીયા:ભાટીયામાં માર્કેટીંગ યાર્ડની કામગીરી ખુબ જ મંદ ગતીએ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની પ્રક્રિયા સામે રોષ છે. હજુ માત્ર 67 ટકા ખેડૂતોની મગફળી જ ખરીદાઇ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે.

વિગતો મુજબ સેમ્પલીગ પ્રકિંયામા રીજેકશન બાદ અનેક વાધાંઓ થતા કામગીરી અટકી પડે છે. કલ્યાણપુર તાલુકાના ભાટીયા ખાતે આવેલ એપીએમસીમા ગયા અઠવાડીયામા આવેલ સરકારી વીજીલન્સ અધિકારી જહાગીંર બ્લોચ દ્રારા સો થી સવાસો વ્યકિતઓના રોજના સેમ્પલીગં કરી મગફળી ખરીદી પ્રોસેસ કરવાની જાહેરાત કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમા પ્રથમ ક્રમાકંની મગફળી ઓનલાઈન નોધંણી થયેલ ભાટીયા એપીએમસી મા રોજના ડખ્ખાઓ ચાલુ હોવાથી કામગીરી સુદ્રઢ રીતે થતી ન હોવાની ફરીયાદો મળી રહી છે.અધીકારીએ કરેલ જાહેરાતના પગલે ત્રણ દિવસતો સમુ સુતરુ ચાલ્યુ અને રોજના 90 નો આકં ઉપરા છપરી ત્રણ દિવસ વટાવી ગયેલ તંત્ર ફરીથી એકદમ મંદ પડી ગયુ છે.ગુજરાતના સૌથી વધારે ઓનલાઈન થયેલ હોવા છતા કામકાજની દ્રષ્ટીએ તંત્ર ખુબ જ ધીમુ પડે રહયુ છે 7600 ખેડુતોની ઓનલાઈન મગફળી સામે તંત્ર દ્રારા હાલ તા.10/1/ર019 સુધિ રપ00નો આકં વટાવી શકાયો નથી એટલે કે ખરીદીમા હજુ 67 ટકા ખેડુતોની મગફળી ઓનલાઈન થયેલ હોવા છતા ખરીદી પ્રક્રીયા ધીમી હોવાના કારણે ધરમાજ પડી રહી છે. ગત સપ્તાહમા અધીકારી દ્રારા મગફળી ટેકા કેન્દ્ર છેક સુધિ ચાલુ રહેવાની વાત મીડીયા સમક્ષા ઉચ્ચારવામા આવી હતી જયારે સરકાર દ્રારા ખરીદીઓ 1પ ફેબુ્રઆરી સુધિમા બંધ થવાની વાતો સામે આવે તેવા સમયમા ખેડુતો અજીબ પ્રકારની મનોવૈક્ષાનીક વ્યથાનો સામનો કરી રહયા છે.જો કલ્યાણપુર પુરવઠા વિભાગ તથા મામલતદાર આ રીતે રગડ ધગડ ખરીદી ચલાવશે તો હજુ અહીં મહીના સુધિ કેન્દ્ર મગફળી નહી જોખી શકે.

Related posts

જામ્યુકો સંચાલિત આંગણવાડીઓનો વહીવટ કથળ્યો

Nawanagar Time

શહેર-જિલ્લામાં વૃક્ષો વાવવાના બદલે ઉછેરવા સંકલ્પ કરો

Nawanagar Time

જામનગરમાં સરાજાહેર ચંદનના વૃક્ષની ચોરી

Nawanagar Time

Leave a Comment