Nawanagar Time
ગુજરાત

ભાટિયામાં મલ્લકુસ્તી: યુવાનોએ બાવડાનું જોર બતાવ્યું

bhatias-mallakushi-the-youth-showed-immense-enthusiasm

150 વર્ષથી ચાલતી પરંપરા મુજબ ધૂળેટીએ મલ્લ કુસ્તીનો મેળો યોજાયો: ખંભાળિયાથી લઈ દ્વારકા જિલ્લામાંથી યુવાનો ભાગ લેવા ઉમટી પડ્યા

ભાટિયા:-કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પારંપરીક મલ્લકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે. મલ્લકુસ્તી મેળો એક રમતના ભાગરૂપે હોળીના બીજા દિવસે  વર્ષે ધુળેટીના દિવસે ગોઠવવામાં આવે છે જો કે ભુતકાળ ફંફોળતા આ પરંપરા દોઢસો વર્ષ પહેલાથી ચાલી આવે છે, અગાઉના જમાનામાં યુધ્ધો પારંપરીક સાધનોથી લડાતા જેમાં શરીર સોસ્ઠવનુ અનેરૂ મહત્વ હતું તેથી આ કોશલ્ય ખીલવવાના ભાગરૂપે સદીયો પહેલાથી આ મેળો કરવામાં આવે છે ભાટિયા ગામે થતાં આયોજનમાં ઓખામંડળ ખંભાળિયાથી લઇ  દ્વારકા જિલ્લામાંથી યુવાનો આવે છે અને મલ્લકુસ્તી મેળામાં યુવાનોના કૌવત નિહાળી ઉત્સાહ વધારે છે.

પ્રાપ્ત વિગત અનુસાર ભાટિયા ગામે ધુળેટીના દિવસે ભાટિયાની પાદર નજીક આવેલ ખેતરમાં મલ્લકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાટિયાના આગેવાનો મેળામાં ઉપસ્થિત રહ્યાં હતાં તથા સમગ્ર દ્વારકા જિલ્લામાંથી મેળો નિહાળવા 2000 જેટલા લોકો ઉપસ્થિત રહયા

ભાટિયા ગ્રામ પંચાયત તરફથી પાણી અને મંડપ તથા સ્થળની  વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અને કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઇ વારોતરિયા, ભાટિયાના સરપંચના પ્રતિનિધિ ખીમાભાઇ ચાવડા અને અન્ય સદસ્યગણ ઉપસ્થિત રહ્યાં હતાં તથા યોગ્યતા પ્રમાણે યુવાનોને પ્રોત્સાહીત કર્યા હતાં. 200 વર્ષોના પ્રાચિનતમ સમયથી ચાલ્યો આવતો પરંપરાગત મેળાને વધારે વિકસીત તથા  આયોજન ગત સાલ થાય તેવું કરાશે એવી ભાટિયા ગ્રામપંચાયત દ્વાર જાહેરાત કરવામાં આવી હતી.

Related posts

ઘેટાં-બકરાની નિકાસનો પ્રતિબંધ હાઇકોર્ટે ફગાવ્યો

Nawanagar Time

આંગણવાડીઓનો વહીવટ હવે ઓનલાઇન થશે

Nawanagar Time

ડિજિટલ ગુજરાતઃ સ્ટેમ્પ ડ્યુટી પણ હવે ઓનલાઈન ભરી શકાશે

Nawanagar Time

Leave a Comment