Nawanagar Time
ગુજરાત

ભાટિયાના ભાટવડિયામાં ભૂવાએ આચર્યું સગીરા ઉપર દુષ્કર્મ

bhatiyas-bhatwadia-was-attacked-by-the-ghosts-the-crime-was-committed

મામા દેવના ભૂવાએ શરીરમાંથી મેલું કાઢવાના નામે દુષ્કર્મ આચરતા ફિટકાર: પાપી ભૂવાને ઝડપી લેતી પોલીસ

ભાટિયા:-કલ્યાણપુર તાલુકાના ભાટીયા નજીક આવેલ ભાટવડીયાની સીમમાં મામા દેવના ભૂવાએ એક તરૂણીના શરીરમાંથી મેલું કાઢવાના નામે દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, પોલીસે આ  ભૂવાને ગિરફતમાં લઈ ‘પોકસો’ સહિતની ભારેખમ કલમો મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ, દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પ્રજાપતિ પરિવારની સગીરાને શારીરિક સમસ્યા હોય, અંધશ્રદ્ધામાં નજીકના જ ભાટવડિયા ગામના કહેવાતા મામા દેવના ભૂવા ભરત કરશન સોનગરા પાસે લઈ ગયાં હતાં.

જાણવા મળ્યાં મુજબ, ભરત કરશન સોનગરા નામનો શખશ ભાટવડીયા અને આજુબાજુના પંથકમા મામા દેવના ભૂવા તરીકે જાતજાતના અંધશ્રદ્ધાયુકત કામ કરતો હોય,  પ્રજાપતિ પરિવાર પણ પોતાની દિકરીને સારૂં થઈ જશે તેવી આશાએ અંધશ્રદ્ધામાં આ ભૂવા પાસે ગયાં હતાં. ત્યારે ભૂવાએ સગીરાના શરીરમાં મેલું પ્રવેશી ગયું હોય, મેલુું કાઢવા વિધિ કરવી  તેવું જણાવી પરિવારને ભોળવી લીધો હતો.

બીજી તરફ, ભૂવાના સ્વાંગમાં આ શયતાનના મનમાં વાસનાનો કિડો સળવળતા કહેવાતા આ ભૂવા ભરત સોનગરાએ સગીરાના શરીરમાંથી મેલું કાઢવા માટે ગત્ રાત્રિના ભાટવડિયા ગામની સીમમાં લઈ ગયો હતો, જ્યાં નિર્જન સ્થળે સગીરાના કપડાં કઢાવી, શરીરને ભભૂતી લગાવી અડપલા કર્યા હતાં અને દુષ્કર્મ ગુજારી,  આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ભૂવાની આ શયતાનિયત અંગે સગીરાએ પોતાના પરિવારજનોને જાણ કરતાં પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો અને આ ઘટના અંગે કલ્યાણપુર પોલીસે સગીરાના માતાના નિવેદન પરથી ભરત કરશનભાઇ સોનગરા સામે આઇપીસી કલમ 376(3), 506(2) પોકસો એકટ હેઠળ ગુનો નોંધી, સી.પી.આઇ.  દેકાવાડિયાએ ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

દર્દીઓથી ઉભરાતી જી.જી. હોસ્પિટલ

Nawanagar Time

ભાજપ પ્રદેશ પ્રમુખના પિતરાઈ સગીરા સાથે છેડછાડ કરતા ઝડપાયા

Nawanagar Time

સાહેબ આવે છે..જામનગરમાં વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી

Nawanagar Time

Leave a Comment