Nawanagar Time
જામનગર ગ્રામ્ય

ભોગાત પાસે અકસ્માત પછી ડેકીમાંથી 21 લાખની બેગની ઉઠાંતરી..

કલ્યાણપુરના ભોગાત પાસે સપ્તાહ પહેલા રાત્રિના સમયે રોઝડું આડું ઉતરતા એક મોટરે પલ્ટી મારી હતી તેના ઘવાયેલા ચાલક સારવાર લેવા ગયા એટલીવારમાં કોઈ શખ્સ આ મોટરની ડેકીમાંથી રૃા.૨૧ લાખની રોકડવાળી બેગ તફડાવી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના રહેવાસી રાજેશભાઈ હમીરભાઈ ગોરિયા ગઈ તા.૨૪ ડિસેમ્બરની રાત્રે સવા અગિયારેક વાગ્યે પોતાની જીજે-૧૦-બીજી ૭૩૩૫ નંબરની સ્વીફટ ડીઝાયર મોટર લઈને ભોગાત ગામ પાસેથી પસાર થતા હતા.

આ સ્થળે અચાનક જ ઝાળીઓમાંથી દોડતું રોઝડું રોડ પર આવી મોટર સાથે અથડાઈ પડતા રાજેશભાઈની મોટરે પલ્ટી મારી હતી તે પછી રોઝડું અંધારામાં પલાયન થઈ ગયું હતું અને પોતાને થયેલી સામાન્ય ઈજાઓની સારવાર મેળવવા માટે રાજેશભાઈએ તજવીજ કરી હતી.

ઉપરોકત બનાવ પછી જ્યારે રાજેશભાઈ સારવાર મેળવીને થોડી મિનિટોમાં પરત આવ્યા ત્યારે તેઓએ પોતાની પલ્ટી મારી ગયેલી મોટરની ડેકી ખૂલેલી જોઈ ઉચ્ચક શ્વાસે તપાસ કરતા તેઓએ પોતાના કન્સ્ટ્રકશનના મેનેજમેન્ટના કામ માટે રૃા.૨૧ લાખની રોકડ રકમ સાથેની બેગ ન જોતા તેઓ બેબાકળા બન્યા હતા. આજુબાજુમાં તપાસ કર્યા પછી ગઈકાલે રાજેશભાઈએ અકસ્માત પછી તે મોટરની ડેકીમાંથી કોઈ શખ્સ રૃા.૨૧ લાખવાળી બેગ લઈ છૂમંતર થઈ ગયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. કલ્યાણપુર પોલીસે આઈપીસી ૩૭૯ હેઠળ બનાવની નોંધ કરી તપાસનો ધમધમાટ આરંભ્યો છે.

Related posts

હડિયાણાની ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સના છેદ ઉડતાં પોલીસ દોડી

Nawanagar Time

જામજોધપુરમાં કોરોના સેમ્પલ લેવામાં બેદરકારી: તાલુકા હેલ્થ ઓફિસર સામે ઉઠતી ફરિયાદ

Nawanagar Time

ધ્રોલ સરપંચ સંગઠન પ્રમુખની પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં વિરેન્દ્રસિંહ જાડેજાનો વિજય

Nawanagar Time

Leave a Comment