Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં સાંસદ પૂનમબેનના હસ્તે આહિર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન

bhumibhujan-in-the-bhanvad-mp-poonam-madam

ભાણવડ:-ભાણવડ ખાતે સાંસદ પૂનમબેન માડમના હસ્તે આહિર એજ્યુકેશન ટ્રસ્ટ ભાણવડ સંચાલીત હેમતભાઇ રામભાઇ માડમ આહિર ક્ધયા  ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઇ ગયો હતો. ભાણવડ-જામજોધપુર હાઇવે પર માર્કેટીંગ યાર્ડની સામે તૈયાર થનાર આહિર ક્ધયા છાત્રાલયમાં હેમતભાઇ રામભાઇ માડમ ટ્રસ્ટ દ્વારા રૂા.31 લાખનું અનુદાન તેમજ જમીનના દાતા કરણાભાઇ વાઢીયા સહિત સમાજના અગ્રણીઓ દ્વારા અંદાજે રૂા.30 લાખ જેટલી રકમ મળી રૂા.61 લાખ જેટલું ફંડ એકત્રીત કરવામાં આવેલ. આ પ્રસંગે પુર્વમંત્રી  બેરા, પુર્વમંત્રી રણમલભાઇ વારોતરીયા, આહિર સમાજના પ્રમુખ સાજણભાઇ રાવલીયા, એડવોકેટ વી.એચ. કનારા, ડો. સાજણભાઇ વારોતરીયા, મેરામણ ભાટુ, ખીમભાઇ જોગલ, પાલભાઇ કરમુર, દેવશીભાઇ કરમુર, બળદેવભાઇ વારોતરિયા, હમીરભાઇ કનારા, કરશનભાઇ ભેડા, ગોવિંદભાઇ કનારા સહિત રૂમના દાતાઓ તા.પં. સદસ્યો, સરપંચો, વિવિધ આગેવાનો, કર્મચારી મંડળ, વેપારી મંડળ, આહિર સોશ્યલ ગ્રુપ, આહિર એકતા મંચના  સહિત સૌ અગ્રણીઓ ઉપસ્થિત રહેલ તમામ દાતાઓને સાલ ઓઢાણી સન્માનિત કરાયા હતાં.

Related posts

જામનગરની ચાર પોસ્ટઓફિસ બંધ, હેડ પોસ્ટઓફિસમાં સ્ટાફ નથી:હાલાકી

Nawanagar Time

હોળી ઇફેક્ટ ટ્રેનોમાં લાંબા વેઇટિંગ, બસોના ભાડા ડબલ

Nawanagar Time

આગામી અઠવાડિયામાં ગરમીનો પ્રકોપ વધશે

Nawanagar Time

Leave a Comment