Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ભૂપેન્દ્રસિંહનું પદ જોખમમાં ? જીત ને પડકારતા કેસમાં રિટર્નિંગ ઓફિસરે કોર્ટ સમક્ષ કરી મોટી કબુલાત, જાણો વધું…

bhupendrasinhs-position-is-in-danger

શિક્ષણ મંત્રીની જીતને પડકારતા કેસમાં રિટર્નિંગ ઓફિસરે કાઊન્ટિંગમાં નિયમભંગ કબુલ્યો

ગાંધીનગર:-જીતના માર્જિન કરતાં વધુ હોવા છતાં પોસ્ટલ બેલેટ વેરિફાય નહોતા કર્યા, પરાજિત કોંગ્રેસીને સીસીટીવી ફૂટેજ પણ નહોતા આપ્યા!

ગાંધીનગર:-ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી  ચુડાસમાની જીતને પડકારતા કેસમાં રિટર્નિંગ ઓફિસરે કોર્ટ સમક્ષ મોટી કબુલાત કરી છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માંડ 327 મતોથી જીત્યા હતા. જે લીડની સાપેક્ષ પોસ્ટલ બેલેટ્સ વધુ હતા. પરંતુ એ ગણતરીમાં ન લેવાયા મુદ્દે કાનુની લડત ચાલી રહી છે.

ચૂડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્ર્વિન  હાઈકોર્ટના પડકારતા દાવો કર્યો હતો કે આ ધોળકા બેઠકની મતગણતરીમાં પોસ્ટલ બેલેટથી આવેલા મત ગણતરીમાં નથી લેવાયા. કોર્ટ સમક્ષ રિટર્નીંગ ઓફીસર ધવલ જાનીએ ઉલટ તપાસ દરમિયાન જણાવ્યું છે કે, તેમણે મત ગણતરીમાં પોસ્ટલ બેલેટ વેરિફાઈ નહોતા કર્યા.

આ બેઠકમાં જીતના માર્જીન કરતા પોસ્ટલ બેલેટની સંખ્યા વધારે હોવા છતાં ચૂંટણી  નિયમો વિરુધ્ધ પોસ્ટલ બેલેટ વેરિફાઈ ન કરાયા હોવાનું ધવલ જાનીએ જણાવ્યું છે. હાલ ધોળકાના પ્રાંત અધિકારી તરીકે કાર્યરત ધવલ જાનીએ એમ પણ કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના ઉમેદવાર અશ્ર્વિન રાઠોડને આરટીઆઈ હેઠળ મત ગણતરી કેન્દ્રના સીસીટીવી ફૂટેજ પણ નહોતા આપ્યા. રાઠોડ વકીલે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર  ઓફિસરે જો કોઇ ઉમેદવાર મત ગણતરી કેન્દ્રના સીસીટીવી ફૂટેજ માગે તો તેને આપવા જ પડે. ચૂંટણી પંચનો એવો પણ નિયમ છે કે જો જીતનું માર્જિન પોસ્ટલ બેલેટ કરતા ઓછું હોય તો પોસ્ટલ બેલેટને વેરિફાઈ પણ કરવા પડે.

Related posts

હકુભા બન્યા રાજ્યકક્ષાના પ્રધાન

Nawanagar Time

ખંભાળિયામાં ક્ષય નિયંત્રણ સાથે સંકળાયેલા કર્મચારીઓનું આંદોલન

Nawanagar Time

પાણીનો પ્રાણ પ્રશ્ન, સમગ્ર સૌરાષ્ટ્ર ટેન્કરના ભરોસે

Nawanagar Time

Leave a Comment