Nawanagar Time
ગુજરાત જામનગર

કુંભારાણા ઉવાચ! ‘મોટા માથાંના દબાણ દૂર ન થાય..’

big-pressure-should-not-be-removed

ગુરૂદ્વારા નજીક રોડ ઉપર બગીચો બનાવી લેવાયો છતાં મહાપાલિકાનું ભેદી મૌન: જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને

જામનગર:-જામનગર શહેરમાં દબાણ હટાવો ઝૂંબેશ મામલે મહાનગર પાલિકાના સત્તાધિશો બેધારી નીતિ અખત્યાર  હોવાની વાત જગ જાહેર છે, ત્યારે હવે તો જામનગર ગ્રાહક સુરક્ષા મંડળ આ મામલે મેદાને આવ્યું છે. ગુરૂદ્વારા નજીક જાહેર માર્ગ પર બગીચો બનાવી દબાણ કરી લેવાતા આ મામલે ડે.કે.કમિશ્નરે આ દબાણ મોટા માથાનું હોવાનું કહી હાથ ખંખેરી નાખતાં આશ્ર્ચર્ય સર્જાયું છે.

જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કીશોરભાઈ મજીઠિયા  સભ્યોએ મહાપાલિકામાં ચોંકાવનારી રજૂઆત કરી હતી કે, ગુરૂદ્વારા ચોકડી પાસે કિંમતી જમીન પચાવી પાડવા બે-ચાર વૃક્ષો વાવી, પાણીના જગ મૂકી, દબાણનો કારસો ઘડાયો છે. ટ્રાફિકને નડતરરૂપ આ દબાણ તાકિદે દૂર કરવા જામનગર ગ્રાહક સુરક્ષા મંડળે રજૂઆત કરી હોવા છતાં આ બાબતે મહાનગર પાલિકાએ કોઈ નક્કર પગલાં લીધાં નથી.

બીજી તરફ આ મામલે જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ અને સભ્યો દ્વારા એસ્ટેટ વિભાગના કર્તાહર્તા-સમાહર્તા અને ઈન્ચાર્જ ડે.કમિશ્નર કુંભારાણાને  રૂબરૂ મળી રજૂઆત કરતાં આ ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ‘આ દબાણ મોટા માથાનું છે અને તેઓ બે જગ રાખી પાણી પીવડાવે છે. હાલ એ ઝાડ નાના છે, જે મોટા થયે  કરીશું..’

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, નાના રેંકડી-કેબિન ધારકોના કે ગરીબોના નાના-મોટા દબાણ હોય તો મોટાં ઉપાડે તંત્ર દબાણ દૂર કરે છે, પરંતુ મોટા માથાઓ દબાણ કરે ત્યારે અધિકારીઓની બોલતી બંધ થઈ જાય છે.

Related posts

માર્કેટિંગ યાર્ડમાં આવતા મહિનાથી માત્ર ચેકથી પેમેન્ટ, ખેડૂતો અટવાયા

Nawanagar Time

જામનગરમાં ઓફિસમાં ચાલતો શેરબજારના સટ્ટાનો ડબ્બો પકડાયો

Nawanagar Time

સાત રાજ્યમાં છ લાખ વૃક્ષો વાવતા ગ્રીનમેન આર.કે. નાયર

Nawanagar Time

Leave a Comment