Nawanagar Time
ગુજરાત જામનગર

શેરદિલ વિક્રમ માડમનો આજે જન્મ દિવસ

birthday-of-shaddil-vikram-madam-today

રાજકીય અને સામાજીક ક્ષેત્રે અનેરૂ સ્થાન પ્રાપ્ત કરનાર અગ્રણી વિક્રમભાઇ માડમનો આજે  દિવસ છે. તા.23 માર્ચ 1958ના રોજ જન્મેલા વિક્રમભાઇ માડમનું જન્મ સ્થળ જામનગરનું નવાગામ ઘેડ છે. આજે તેઓ 60 વર્ષ પૂર્ણ કરી 61માં વર્ષમાં પ્રવેશ્યા છે. તેઓ જામનગરની ડીકેવી કોલેજમાંથી પોલીટીકસના વિષય સાથે સ્નાતક થયા છે. રાજકારણની સાથોસાથ તેઓ હાલ ખેતી અને બાંધકામના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. તેઓ જેમ રાજકીય  હરીફોને પછાડે છે તેમ વાસ્તવીક જીવનમાં પણ કુસ્તીબાજ તરીકે અનેક પ્રતિસ્પર્ધીઓને પછાડી ચુકયા છે. વર્ષ 1974માં તેમણે જામનગર જિલ્લા કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો આ ઉપરાંત જામનગર ખાતેથી તેઓ હોકી સ્પર્ધામાં પણ રાજ્યકક્ષાએ રમવા ગયા હતાં.

વિક્રમ અરજણભાઇ માડમની રાજકીય કારકિર્દીમાંથી પણ નવા સવા નેતાઓને ઘણુ શિખવા જેવું છે.  માડમે વર્ષ 1995માં રાજકીય કારકિર્દી શરૂ કરી હતી. તે સમયના મુખ્યમંત્રી સ્વ. છબીલદાસ મહેતાની ઉપસ્થિતિમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતાં. યુથ કોંગ્રેસના આગેવાન તરીકે 1996થી 2002 સુધી જવાબદારી સંભાળી હતી. તેઓ જામખંભાળિયાથી ધારાસભ્ય પદે ચુંટાઇ ચૂકયા છે.

વિક્રમભાઇ માડમના રાજકીય જીવનની જેમ સામાજીક જીવન પણ લોકોની સેવામાં વિત્યુ છે. અત્યાર  વિક્રમભાઇની આગેવાનીમાં 534 રકતદાન કેમ્પો યોજાઇ ચૂકયા છે. તેમણે પોતે 39 વખત રકતદાન કર્યુ છે. એક વર્ષ (2011)માં 418 વખત રકતદાન કેમ્પનું આયોજન કરી તેમણે તે સમયના ગવર્નરના હસ્તે શેરદિલ ગુજરાત એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે પણ પુસ્તક-નોટબુક વિતરણના કામ કર્યા છે. ભૂકંપ સહિતની કુદરતી  વખતે તેઓ અસરગ્રસ્તોની સાથે રહ્યા છે. તેમના મોબાઇલ નંબર : 94267 12345 ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે. આજે તેમના જન્મદિવસે ‘નવાનગર ટાઈમ’ પરિવાર હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

Related posts

જામનગરમાં કોરોના પ્રત્યે બેદરકારો સામે કાર્યવાહી

Nawanagar Time

વિદેશથી આવેલા વિદ્યાર્થી સહિત આઠ નાગરીકો પેઇડ કોરેન્ટાઇન

Nawanagar Time

જામનગરના વકીલનું ઓફિસમાં જ હૃદયરોગનો હુમલો આવતાં મોત

Nawanagar Time

Leave a Comment