Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

ભાજપ 10 સાંસદોની કપાશે ટિકિટ

bjp-10-mps-truncated-tickets

પરેશ રાવલ,વિઠ્ઠલ રાદડિયાડ અને એલ કે અડવાણી ની જગ્યા પર આવી શકે છે નવા ઉમેદવાર

ગાંધીનગર:-લોકસભાની ચૂંટણીમાં સૌની નજર યુપી બાદ ગુજરાત પર છે ત્યારે ભાજપ અહીં ફરી 26 બેઠકો પર કબ્જો કરવા કવાયત શરૂ કરી છે ત્યારે ભાજપ આ વખતે 8 થી 10 સાંસદોની ટિકિટ કાપી નાંખે તેવી સંભાવના છે.

ભાજપ બખૂબી રીતે વાકેક છે. ગત લોકસભા ચૂંટણી દરમિયાન મોદી વેવમાં આયાતી ઉમેદવાર કે પ્રથમ વખત ચૂંટણી લડનારા પણ જીતી ગયા હતા. પરંતુ હાલની પરિસ્થિતિ કઈક અલગ જ છે અને એટલે જ આ વખતે પાર્ટી ડઝન જેટલા ઉમેદવાર બદલાવે તેવી શક્યતા રહેલી છે.

રાજ્યમાં ઘણા આયાતી ઉમેદવાર હતા તો ઘણા એન્ટીઇન્કમબંસી ધરાવતા ઉમેદવારો પણ બાજી મારી ગયા હતા. જો કે ચૂંટણી બાદ અનેક સાંસદોએ પોતાના વિસ્તારમાંના પ્રવાસ કર્યોના યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રીત કર્યુ સાથે જ આ વખતે ના તો અગાઉ જેવો મોદી વેવ છે ના તો ભાજપ માટે સહેલાઇ છે અને એટલે જ ભાજપ આ વખત એવા ડઝન જેટલા ઉમેદવાર બદલવાના મૂડમાં છે.

પાટણના ધારાસભ્ય લીલાધર વાઘેલા પણ પાર્ટીના હિટ લીસ્ટમાં છે કારણ કે, ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન પુત્ર પ્રેમના કારણે પાર્ટી સામે બાયો ચઢાવી હતી તો જે પ્રમાણે ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઠાકોરોના વોટ કોંગ્રેસ તરફી રહ્યા તેને લઈને પણ પાર્ટી તેનાથી નારાજ હોવાનું સુત્રો ચર્ચી રહ્યા છે.

2 ટર્મથી ચૂંટણી જીતી રહ્યા છે જયશ્રી બેન પટેલનો પાર્ટીનો આંતરીક વિરોધ ખૂબ છે. આનંદીબેન પટેલના જૂથના માનવામા આવે છે. ગત ચૂંટણીમા છેલ્લી ઘડીએ ટીકીટ મળી હતી. આ વખતે પાર્ટીના અન્ય ચેહરાને પ્રાધાન્ય મળી શકે છે.

આ સીટ પર છેલ્લા કેટલાય સમયથી ભાજપના વરિષ્ટ નેતા એલ.કે અડવાણીને ટીકીટ આપવામા આવી રહી છે. જો કે હવે તેમની તબિયત ખૂબ જ નાદુરસ્ત રહે છે.

અભિનેતા કમ નેતા પરેશ રાવલ પ્રથમ વાર 2014માં અમદાવાદ પૂર્વમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. આ સીટ પર પણ કોઇ નવો ચહેરો પાર્ટી મૂકી શકે છે. તો પાર્ટી આ વખતે વિઠ્ઠલ રાદડિયાને પણ ટીકીટ નહિ આપે કારણ કે, છેલ્લા ઘણા સમયથી તેની તબિયત નાદુરસ્ત રહે છે. જેના કારણેએ સીટ પર પણ ઉમેદવાર પણ બદલવો ફરજીયાત થશે.

Related posts

ચશ્માના નંબર ઊતારવા છે! તો અપનાવો આયુર્વેદની તર્પણ પ્રક્રિયા

Nawanagar Time

આજથી રાજયભરના હોટલ-રેસ્ટોરન્ટ ‘અનલોક’

Nawanagar Time

બેડેશ્ર્વર વિસ્તારમાં ભંગારના વાડામાં ભીષણ આગ

Nawanagar Time

Leave a Comment