Nawanagar Time
નેશનલ

ભાજપે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, સંબિત પાત્રાને પૂરીથી ઉતાર્યા મેદાનમાં

bjp-announces-the-second-list-of-candidates

બીજી યાદીમાં આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 06, ઓરિસ્સાની 5, મેઘાલયની 1 અને અસમની 1 સીટ પર ઉમેદવાર જાહેર કરાયા

નવી દિલ્હી:-ભાજપે લોકસભા ચૂંટણી માટે 36 ઉમેદવારોના નામ સાથે પોતાની બીજી યાદી રજૂ કરી દીધી છે. આ યાદીમાં સામેલ 23  આંધ્રપ્રદેશના છે જ્યાં પહેલા તબક્કામાં 11 એપ્રિલના રોજ ચૂંટણી યોજવાની છે. પાર્ટીએ ઓરિસ્સાના પૂરીથી પોતાના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાને મેદાનમાં ઉતાર્યા છે.

પાર્ટીની બીજી યાદીમાં આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 06, ઓરિસ્સાની 5, મેઘાલયની 1 અને અસમની 1 સીટ પર ઉમેદવાર જાહેર કરાયા છે. આપને જણાવી દઇએ કે ભાજપ આ પહેલાં  ચૂંટણી માટે 184 ઉમેદવારોના નામ સાથે પહેલી યાદી રજૂ કરી ચૂકયું છે. પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 184 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી.

ભાજપની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પણ નામ સામેલ હતું. પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ લાલ  અડવાણીની જગ્યા એ ગાંધીનગરથી ચૂંટણી લડશે. સ્મૃતિ ઇરાની અમેઠી, રાજનાથ સિંહ લખનઉ, નિતિન ગડકરી નાગપુર, વીકે સિંહ ગાઝિયાબાદથી ચૂંટણી લડશે.

જ્યારે કોંગ્રેસે જાહેર કરી સાતમી યાદી

આ દરમિયાન ટિકિટો ફાળવવામાં બીજેપી કરતા કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કોંગ્રેસે શુક્રવારે 35 ઉમદેવારોના નામ જાહેર કરતા પોતાનું સાતમું લિસ્ટ જાહેર કર્યું  કોંગ્રેસ તરફથી જણાવવામાં આવ્યું કે કોંગ્રેસના ઉત્તરપ્રદેશ રાજ્યના પ્રમુખ રાજ બબ્બર મુરાદાબાદની જગ્યાએ ફતેહપુર સીકરીથી ચૂંટણી લડશે. આ પહેલા તેમનું નામ મુરાદાબાદથી ઘોષીત કરવામાં આવ્યું હતું પરંતુ હવે પાર્ટી અહીં ઇમરાન પ્રતાપગઢીને લડાવશે. જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પાર્ટીની મોટાગજાની નેતા રેણુકા ચૌધરીને તેલંગણાના ખમ્મામ બેઠક પરથી ટિકિટ આપવામાં  છે. તો પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી કરણસિંહના દીકરા વિક્રમાદિત્યને જમ્મૂ-કાશ્મીરના ઉધમપુરથી ટિકિટ આપી છે. કોંગ્રેસ ઓડિશાની વિધાનસભા ચૂંટણી માટે પણ 54 જેટલા ઉમેદવારોની ઘોષણા કરી છે.

વિધાનસભા ચૂંટણી માટે પણ લિસ્ટ જાહેર

ભાજપે આ સાથે આંધ્ર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે 51 અને ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે 22 ઉમેદવારો તેમજ મેઘાલયના સેલસેલા વિધાનસભા પેટાચૂંટણી માટે એક ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે.

Related posts

ઓમાન જતા ‘વાયુ’નો ‘યુ-ટર્ન’, કચ્છ પર ત્રાકટવાની ભીતિ

Nawanagar Time

નોરાના ‘ગરમી’ સોન્ગ ટીઝરે મચાવી ધમાલ

Nawanagar Time

વોટ્સઍપ ગ્રુપ પર પ્લેયરોના ડાઉટ સોલ્વ કરશે આઇપીએલ ફ્રેન્ચાઇઝી

Nawanagar Time

Leave a Comment