Nawanagar Time
નેશનલ પોલિટીક્સ

ભાજપના સાંસદ સ્વામીએ RBIના નવા ગવર્નરની નિમણુક પર ઉઠાવ્યા સવાલ…

BJP MP Swamy raised the appointment of new governor of RBI ...

ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ RBIના નવા ગવર્નર શક્તિકાંત દાસની નિમણુક પર સવાલ ઉઠાવ્યા છે. આ સાથે સ્વામીએ આશંકા વ્યક્ત કરી છે કે, આ ગવર્નર પોતાના હોદાનો ખરાબ ઉપયોગ કરી શકે છે.

પ્રધાનમંત્રીને પત્ર લખીને સ્વામીએ આરોપ લગાવ્યો છે કે, શક્તિકાંત દાસ કરપ્શનના મામલામાં ઘેરાયેલા પૂર્વ નાણાંમંત્રી પી ચિદંબરમ માટે કામ કરી ચુક્યા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ આ સંબંધ વિશે પ્રધાનમંત્રીને લખ્યું કે, શક્તિકાંત દાસ પૂર્વ નાણાંમંત્રીથી એકદમ નજીક છે તો કેવી રીતે કેન્દ્ર સરકારે તેમને નવા ગવર્નર તરીકે નિયુક્ત કરવાનો ફેસલો કર્યો?


મીડિયા સાથે વાત કરતા સ્વામીએ જણાવ્યું કે, શક્તિકાંત દાસે પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમના ખરાબ કાર્યોમાં સાથ આપ્યો હતો અને ત્યારબાદની કાર્યવાહીમાં પણ તેમને બચાવવાના પર્યત્નો કર્યા હતા.

સ્વામીએ વધુમાં જણાવ્યું કે, એ વાતની ખબર નથી પડતી કે, સરકારે કયા આધારથી શક્તિકાંત દાસને RBIના ગવર્નર બનાવ્યા છે. મે આ મામલે પ્રધાનમંત્રીને પત્ર પણ લખ્યો છે.

તમને જણાવી દઇએ કે, 1980 બૈચની ભારતીય વહીવટી સેવા (IAS)ના પૂર્વ અધિકારી શક્તિકાંત દાસને મંગળવારે RBIના નવા ગવર્નર નિયુક્ત કર્યા છે. તેમણે નોટબંધી બાદ આર્થિક પ્રવૃત્તિઓને સામાન્ય બનાવવાની મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

Related posts

નેપાળમાં વિદ્યાર્થીઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 23ના દર્દનાક મોત

Nawanagar Time

ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલને રોકડું પરખાવતું ભજ્જી

Nawanagar Time

ચાલુ વર્ષે IPL યોજાવાની પૂરી શક્યતા: શિખર

Nawanagar Time

Leave a Comment