Nawanagar Time
ગાંધીનગર ગુજરાત

સુપ્રિમ કોર્ટમાં કરેલી રીટ પીટીશન પરત ખેંચી ભાજપ યુવાનોનું આર્થિક શોષણ બંધ કરે: કોંગ્રેસ

bjp-withdraws-the-writ-petition-filed-by-the-supreme-court

ગાંધીનગર:-રાજ્યમાં લાખો યુવાનો ફીકસ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અથવા આઉટ સોસીંગના નામે આર્થિક શોષણનો ભોગ બની રહ્યા હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસે ભાજપ દ્વારા સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવેલી રીટ પીટીશન પરત  તાકીદ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પાંચ લાખ કરતા વધુ ફીકસ પગાર ધારકો, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટ સોર્સિગના નામે શોષણ કરતી ભાજપ સરકાર સામે સમાન કામ-સમાન વેતનની ન્યાયિક માંગણી સાથે લડત આપી રહ્યા છે. નામદાર વડી અદાલતની ડીવીઝન બેન્ચે  યુવાનોને ન્યાય મળે અને સરકારની શોષણવાળી નીતિ સામે સમાન કામ-સમાન વેતન ચુકાદો આપ્યો છે. જેની સામે યુવા વિરોધી ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરતા ગુજરાતના લાખો યુવાનો આપ્યો છે.

જેની સામે યુવા વિરોધી ભાજપ સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરતા ગુજરાતના લાખો યુવાનો સતત ભોગ બની રહ્યા છે. ભાજપ સરકાર  ગુજરાતના પાંચ લાખ કરતા વધુ યુવાન-યુવતીઓનું સહાયકપ્રથા અને પંદર લાખ કોન્ટ્રાકટપ્રથા. આઉટ સોર્સિગના નામે મોટા પાયે આર્થિક શોષણ થઇ રહ્યું છે.

ભાજપ સરકારની સહાયકપ્રથા નીતિને નામદાર વડી અદાલતે પણ રદ કરી નાખી છે. જેની સામે ભાજપ સરકાર સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરેલ છે.

Related posts

ત્રણ જિલ્લામાં ફરાર મયલાને ઝડપી લેતી જામનગર એલસીબી

Nawanagar Time

મુખ્યમંત્રી શોક વ્યક્ત કરે છે પણ તપાસપંચ કેમ બેસાડતા નથી ? હાર્દિક પટેલ

Nawanagar Time

સુજલામ્ સુફલામ્ અંતર્ગત જોડિયાના અંબાલા ગામે તળાવ ઉંડુ ઉતારવાનો પ્રારંભ

Nawanagar Time

Leave a Comment