Nawanagar Time
ગુજરાત જામનગર

ભાજપની રાષ્ટ્રિય કારોબારીનો પ્રારંભ : મેયર સહિતના પદાધિકારીઓ દિલ્હીમાં

bjps-national-executive-commences-mayors-including-mayor-in-delhi

2019ની લોક સભા જીતવાની બ્લુ પ્રિન્ટ તૈયાર થશે : ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સાથે 600 આગેવાનો 5ણ દિલ્હી પહોંચ્યા

જામનગર:-દિલ્હીના રામલીલા મેદાનમાં આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠકનો પ્રારંભ થયો છે ત્યારે જામનગરના મેયર હસમુખભાઇ જેઠવા સહિતના પદાધિકારીઓ રાષ્ટ્રહીય કારોબારીમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. 2019માં ચૂંટણી જીતવા માટે દેશભરમાંથી આવેલા પાર્ટીના કાર્યકર્તાઓને રણનીતિ પણ શીખવવામાં આવશે. બે દિવસ સુધી ચાલનારી આ પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એને ભાજપ અધ્યક્ષ અમિત શાહ જીતનો મંત્ર આપશે.

ગુજરાતના મુખ્ય મનત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ  સહીત 600 ગુજરાતના ગાઈવનો પણ નવી દિલ્હી પહોંચ્યા છે

આ પરિષદ સાંજે 4 કલાકે શરુ થશે. આ અંગે આધારભૂત સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ, આ અધિવેશનમાં ગરીબ સવર્ણોને શિક્ષા અને નોકરીમાં 10 ટકા અનામત આપવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માનવામાં આવશે. આ સાથે જ કાર્યકર્તાઓને જણાવવામાં આવશે કે, સરકારે દલિત, ઓબીસી અને મુસ્લિમ સહિત તમામ વર્ગોના વિકાસ માટે કેવા કામ કર્યા છે. આ અંગે પાર્ટી સચિવ અનિલ જૈને જણાવ્યું કે, રામલીલા મેદાનમાં આયોજિત ભાજપના રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક લોકસભા ચૂંટણી પહેલા સૌથી મોટી બેઠક હશે, ભાજપના ઈતિહાસમાં આ સૌથી મોટી રાષ્ટ્રીય બેઠક હશે. જેમાં ભાગ લેવા માટે અનેક રાજ્યોના કાર્યકર્તાઓ પહોંચી ગયા છે. તમામ લોકસભા વિસ્તારમાંથી 10 મુખ્ય નેતાઓ ભાગ લેવાના છે. આ બેઠકમાં તમામ સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અધ્યક્ષો અને મહામંત્રીઓ સહિત તમામ પ્રદેશોના વિસ્તારકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં ભાજપના પરાજય બાદ આ બેઠકનું મહત્વ વધી ગયું છે.

આ બેઠકમાં રામ મંદિર મુદ્દે પાર્ટી પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કરી શકે છે. ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટે પાર્ટી કરેલા કામકાજની ચર્ચા થઈ શકે છે. આ ઉપરાંત રાફેલ મુદ્દે જવાબ આપવા માટે કાર્યકર્તાઓને જણાવવામાં આવશે.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, આ અધિવેશનમાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર પર ભાર મૂકવામાં આવશે. ગત સરકારો દ્વારા આચરવામાં આવેલા કૌભાંડોનો ઉલ્લેખ કરીને ભાજપની સ્પષ્ટ છબી લોકો સુધી લઈ જવાનું કહેવામાં આવશે. રામલીલા મેદાનમાં પાછળના ભાગે પ્રધાનમંત્રી કાર્યાલય અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ માટે કામ ચલાઉ કાર્યાલયો બનાવવામાં આવ્યા છે.

Related posts

જામનગરમાં અંધારપટ્ટ: પ્રિ-મૉન્સુનની પોલ છતી

Nawanagar Time

મોડપરના પાટિયા પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત

Nawanagar Time

ખંભાળિયામાં પ્રથમ વખત નેત્રહીનો માટે ચેસ ટુર્નામેન્ટ યોજાઇ: રાજ્યભરના અનેક સ્પર્ધકોએ ભાગ લીધો

Nawanagar Time

Leave a Comment