Nawanagar Time
ગુજરાત જામનગર

સૌરાષ્ટ્રસર કરવા ભાજપના નવા જ્ઞાતિ સમીકરણો

bjps-new-caste-equations-to-saurashtra

વિધાનસભા ચૂંટણીમાં નબળો દેખાવ કરનાર વિસ્તારોમાં ભાજપનું ‘મિશન સૌરાષ્ટ્ર’

જામનગર:-ગુજરાતમાં ભાજપના મિશન – 26માં સૌથી વાઘારૂપએ સીટો હતી જ્યાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર પછડાટ મળી હતી. મોટાભાગની એ સીટો પર કોળી અને આહિર મતો નિર્ણાયક સાબિત થયા હતા. આથી જ પહેલા કુંવરજી  અને હવે જવાહર ચાવડા તથા વલ્લભ ધારવિયા જેવા ધારાસભ્યોને ખેડવી ભાજપે કોળી અને આહિર મતોનું પોતાની તરફેણમાં ધ્રુવીકરણ કરવામાં સફળતા મેળવી છે. પરંતુ લોકસભા ચૂંટણીમાં તે કેટલી અસરકારક રહેશે તે જોવું રહ્યું.

ભાજપ માટે હમેશા સૌરાષ્ટ્ર કમજોર કળી જેવું રહ્યું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો હાથ બીજેપી કરતા  રહ્યો છે. ત્યારે ભાજપ હવે આગામી લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રમાં પોતાનો પક્ષ નબળો થવા દેવા માંગતુ નથી. આ કારણે સૌરાષ્ટ્રના એક પછી એક ધારાસભ્યોને કોંગ્રેસમાંથી ખેડવીને ભાજપમાં જોડવામાં આવી રહ્યાં છે. આ નેતાઓને રાજી કરવા માટે જરૂર પડ્યે મંત્રી પદ પણ આપવામાં આવી રહ્યું છે. ભાજપ માટે સૌરાષ્ટ્રની લોકસભાની જુનાગઢ,  સુરેન્દ્રનગર, પોરબંદર સીટો નબળી પડી શકે છે.

છેલ્લા એક જ અઠવાડિયામાં કોંગ્રેસના જવાહર ચાવડા, વલ્લભ ધારવિયા અને પરસોતમ સાબરીયા હવે ભાજપનો ખેંસ પહેરી ચૂક્યા છે. તો આજે કોંગ્રેસ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ કોંગ્રેસને રાજીનામુ સોંપી ચૂક્યા છે. ભાજપે શા માટે જવાહર ચાવડાને કેબીનેટ મંત્રીપદ આપીને પક્ષમાં પ્રવેશ  તેની પાછળનું કારણ છે આહીર જ્ઞાતિના મતો. તો બીજી તરફ જામનગર ગ્રામ્યના કોંગી ધારાસભ્ય વલ્લભ ધારવિયાને પાર્ટીમાં લેવાનું કારણ સૌરાષ્ટ્રમાં રહેલા સતવારા જ્ઞાતિના લાખો મત છે. તો પરસોતમ સાબરીયાને લઈને પણ ભાજપ હવે જ્ઞાતિનું ગણિત અંકે કરવા માંગે છે. આ અગાઉ પણ સૌરાષ્ટ્રના પાટીદાર દિગ્ગજ નેતા વિઠલ રાદડીયા અને  દીકરા જયેશને ભાજપમાં ભેળવીને સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોના મત ભાજપે અંકે કર્યા હતા. આ પછી સૌરાષ્ટ્રના કોળી જ્ઞાતિના મતો ઉપર પુરુષોત્તમ સોલંકી કરતા કુવરજી બાવળિયાનું વર્ચસ્વ વધવા લાગ્યું હતું અને આ જ ગણતરી માંડીને ભાજપે કુંવરજીને પણ ભાજપમાં લીધા અને તેમને મંત્રીપદની લોલીપોપ આપી હતી. ગણિતની નકારાત્મક અસર તો નહીં

 

Related posts

કોસ્ટગાર્ડે ઝડપેલું વહાણ પાક.ના સંપર્કમાં હોવાનો ધડાકો

Nawanagar Time

એ… હાલો બસ સ્ટેન્ડ! વકીલ બન્યા રીક્ષા ચાલક

Nawanagar Time

સૌરાષ્ટ્ર તરફ આગળ વધતું વાયુ, કાંઠાળા વિસ્તારોમાંથી લાખો લોકોનું સ્થળાંતર

Nawanagar Time

Leave a Comment