Nawanagar Time
ગુજરાત જામનગર

શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવતા ભાજપના ધુરંધરો

bjps-prominence-in-subscribing-to-shakti-exhibition

કોંગ્રેસનું નેતૃત્વ પાયાવિહોણું: પૂનમબેન માડમ

 

જ્ઞાતિ-જાતિના વાડા બાંધનાર કોંગ્રેસનો સફાયો: જીતુભાઈ વાઘાણી

 

ખેડૂતોના પ્રશ્ર્નો ઉકેલવા ભાજપ કટિબદ્ધ: રાઘવજીભાઇ પટેલ

 

આ ચૂંટણી કોંગ્રેસ માટે માત્ર ફોર્મ ભરવા માટેની જ રહેશે: ચંદ્રેશભાઇ પટેલ

જામનગર:-જામનગર લોકસભા અને 77 ગ્રામ્ય વિધાનસભા ભારતીય જનતાપાર્ટીના ઉમેદવારીપત્ર ભરવા સમયે વિજય વિશ્ર્વાસ સંમેલન  સેન્ટર ખાતે યોજાઇ ગયું. જિલ્લા અધ્યક્ષ ચંદ્રેશભાઇ પટેલે સ્વાગત પ્રવચન માં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં કયારેય હરીફને નબળો ન ગણવો જોઇએ, પરંતુ આ વર્ષે કોંગ્રેસ માટે ચૂંટણીમાત્ર કોર્મભરવા માટેની જ રહી ગઇ છે. ભાજપ અહીંથી વિજયનો વિશ્ર્વાસ વ્યકત કરે છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં  હાજ ગગડી ગયા છે. હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે, વિશાળ સંખ્યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા છે, કોંગ્રેસની દુકાન ગુજરાતમાં બંધ કરી છે, જામનગરમાં જ્ઞાતિ, જાતિના વાડાબાંધનાર કોંગ્રેસીનો આવતી ચૂંટણીમાં સફાયો થઇ જશે. રાહુલગાંધીને ગંગુતેલી કહી મેદાનમાં આવવા લાયક રહયા નથી, કોંગ્રેસના કાર્યકરો બુથમાં ઉભા રહેવા પણ સક્ષમ  નરેન્દ્રમોદી 56ની છાતીવાળા વડાપ્રધાન છે. પૂનમબેનને વધુ ને વધુ લીડ આપી સંસદમાં મોકલવાના છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કામગીરી કરવાનું કહ્યું હતું. આજે આ સભાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીતાડવાની સભા છે અને 2015 પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેશે તેમ દુનિયા કરશે.

77-જામનગર (ગ્રામ્ય)ના ઉમેદવાર રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે  મંદીમાં વેપાર કર્યો છે. મારો મત વિસ્તાર એ ગ્રામ્યનો છે. હું ખેડૂતોના પ્રશ્ર્નોને ઉકેલવા માટે ભાજપમાં જોડાયો છે. આપણા નરેન્દ્રભાઇ મોદીની સરકાર અને મોવડી મંડળ પર ભરોસો રાખજો ખેડૂતોના ભરોસાનો અહીં દ્રોહ નહીં થાય, ભાજપ એ સત્યનો સ્ત્રોત છે લોકસભામાં પૂનમબેનને વધુ લીડથી જીતાડી આપણે સંસદમાં નેતૃત્વ મજબૂત કરવાનું  કોંગ્રેસમાં આજે કોઇ લોકસભામાં ચૂંટણી લડવા પણ તૈયાર નથી અને મેં મંદીના સમયમાં પણ વેપાર કર્યો છે. ગ્રામ્ય 77માં ધારાસભામાં મને ફરી એક તક મળી છે. આથી અહીં મારી વાત આપને યોગ્ય લાગે તો મને ચૂંટી કાઢજો અને વધુ લીડથી જીતાડી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કામ કરવાની તક આપજો.

bjps-prominence-in-subscribing-to-shakti-exhibition
bjps-prominence-in-subscribing-to-shakti-exhibition

આ  ઉપસ્થિત રહેલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડલીયાએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે જામનગરથી લોકસભામાં પૂનમબેન માડમ અને 77 ગ્રામ્યના રાઘવજીભાઇ પટેલ બન્ને ઉમેદવારો નિશ્ર્વિત છે. આ ચૂંટણી તોડી અલગ પ્રકારની છે. આ વખતે 50 કરોડ ગરીબ ખેડૂતોના સન્માનનો સવાલ છે. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા માટેની ચૂંટણી છે. તિરંગાની આન, બાન  શાન માટેની ચૂંટણી છે. દેશનો વિપક્ષ બેજવાબદારી પૂર્વક વર્તન કરે છે વિપક્ષ સ્વાભિમાનથી ખિલાફ છે. આ ચૂૂંટણીમાં નરેન્દ્રભાઇ મોદીને પ્રતિનિધિત્વ આપી કરારો જવાબ આપવાનો છે.

આ કાર્યક્રમમાં પૂનમબેન માડમે જણાવ્યું હતું કે આપ સૌનું પ્રતિનિધિત્વ કરવાનો મને મોકો મળ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ મને ફરી તક આપી છે. તે  સાર્થક બનાવી આ વિસ્તારના પ્રાણપ્રશ્ર્નોનું નિરાકરણ કરીશ જામનગરના લોકોની લાગણી વિશ્ર્વાસને સમજી હું આ વિસ્તારના પ્રશ્ર્નોને વાચા આપીશ એક પરિવારની જેમ આપણે સૌ સાથે રહ્યાં છીએ છેવાડાના માનવીને તમામ કાર્યો કર્યા છે અને આગામી સમયમાં પણ આપ સૌની તાકાત મારી તાકાત છે. આવી ગરમીમાં પણ મહાસંમેલન અને રેલી યોજવી  વાત નથી. લોકો કહે છે કે, કોંગે્રસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થશે. કોંગ્રેસનું નેતૃત્વએ પાયા વિહોણું છે. કોંગ્રેસ પાસે આજે શકિતશાળી નેતૃત્વ કરનાર કોઇ નથી. આગામી પાંચ વર્ષ પણ આપણે સૌ સાથે મળીને કામ કરીશું એક પરીવારની ભાવના સાથે રહી આ વિસ્તારના ઇન્ડસ્ટ્રીઝના કાર્યો બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ સહિતના પ્રશ્ર્નો ઉકેલવાની મને  આપી છે તે બદલ હું પાર્ટીનો આભાર માનું છું.

bjps-prominence-in-subscribing-to-shakti-exhibition
bjps-prominence-in-subscribing-to-shakti-exhibition

આ સંમેલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા કૃષિ મંત્રી આર.સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, પ્રભારી રમણભાઇ વોરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન રાઘવજીભાઇ પટેલ, મંત્રી વાસણભાઇ આહીર, યુવા ભાજપ પ્રદેશ પ્રમુખ ઋત્વીજ પટેલ, જિલ્લા  ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ મંત્રી ચીમનભાઇ સાપરીયા, ઓખાના ધારાસભ્ય પબુભા માણેક, રિલાયન્સના ધનરાજભાઇ નથવાણી શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, વલ્લભભાઇ ધારવિયા, પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ ચાવડા, મેયર હસમુખ જેઠવા, સ્ટે. ચેરમેન સુભાષભાઇ જોશી, રીવાબા આર. જાડેજા, સુરતના ઉદ્યોગપતિ નટુભાઇ ભાટુ, ડાયમંડ એસો.ના પ્રમુખ ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂનમબેન સભામાં ભાવુક થયા

સભા સંબોધન વખતે જ પૂનમબેન ભાવુક થયા હતાં,  જણાવ્યું કે આપ સૌ જાણો જ છો, ત્યારબાદ બે મીનીટ મૌન રહી, રાજયમંત્રી આર.સી. ફળદુએ પાણી આપ્યાં બાદ તેઓએ ફરી પ્રવચન કરી વિજયનો વિશ્ર્વાસ કર્યો હતો.

Related posts

લોકડાઉન જાળવવા “ડ્રોન” મેદાને: 200 સામે ગુન્હો

Nawanagar Time

જામનગર જિલ્લા જેલમાં કેદીઓ યોગમય બન્યા

Nawanagar Time

જામનગર માટે ‘મંગલ’ મંગળવાર: કોરોનાથી એક પણ મોત નહીં

Nawanagar Time

Leave a Comment