Nawanagar Time
ગુજરાત જામનગર જામનગર ગ્રામ્ય જામનગર શહેર જૂનાગઢ દ્વારકા રાજકોટ

સૌરાષ્ટ્રની બેઠકો માટે ભાજપની ટિમ કામે લગી, ઉમેદવારો માટે પસંદગી અભિપ્રાય મેળવશે..

bjps-sense-process-for-saurashtras-seats-today

જામનગર લોકસભા બેઠક માટે મનસુખભાઈ માંડવિયા, રમણલાલ વોરા અને નીમાબેન આચાર્ય ઉમેદવારની પસંદગી અભિપ્રાય મેળવશે

જામનગર:-લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થતા જ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત તેજ કરવામાં આવી છે ત્યારે ભાજપે આગામી તા.14 થી 16 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છની 8 સહિત તમામ 26 બેઠક ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની પેનલ તૈયાર કરી છે અને આ પૅનલ દ્વારા સ્થાનિક  સાથે બેઠક કરી લોકસભા ઉમેદવારની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભાજપા પ્રદેશ પ્રવકતા ભરતભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ વર્ષ 2019 લોકસભાના 26 ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ તરફથી 3-3 નિરીક્ષક નામના પેનલની જાહેરાત કરી છે. પ્રદેશ તરફથી નિયુકત નિરીક્ષક દ્વારા તા.14, 15, 16  રોજ જે તે લોકસભા જઇને લોકસભા સીટના ઉમેદવાર અને કાર્યકર્તાઓના અભિપ્રાય અને સુચનો લેવાશે.

તા.17, 18, 19 માર્ચના રોજ ગુજરાતની ચૂંટણી સમિતિમાં આ અંગે આપવામં આવેલ અહેવાલ પર ચર્ચા વિચારણા થશે અને ત્યારબાદ ગુજરાત ચૂંટણી સમિતિ કેન્દ્રના પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પ્રદેશનો અહેવાલ રજુ કરવામાં આવશે. જે સંદર્ભે જામનગર લોકસભા  માટે ભાજપના કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રમણલાલ વોરા અને નીમાબેન આચાર્ય ઉમેદવારની પસંદગી માટે અધિકારી-પદાધિકારીઓ પાસેથી સેન્સ મેળવશે.

એ જ રીતે કચ્છ (અ.જા.)માં, બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણામાં, સાબરકાંઠામાં રણછોડભાઇ રબારી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઇ.કે.જાડેજા, દિલીપજી ઠાકોર, પ્રદીપસિંહ વાઘેલા, બીપીનભાઇ દવે, દુષ્યંતભાઇ પંડયા, મયંકભાઇ નાયક, જગદીશભાઇ પટેલ, મોતીભાઇ વસાવા, વસુબેન ત્રિવેદી, કૌશલ્યા  વર્ષાબેન દોશી, વિભાવરીબેન દવે, નૌકાબેન પ્રજાપતિની નિમણુંક કરાઇ છે.

ગાંધીનગરમાં, પૃથ્વીરાજસિંહ પટેલ, નટુજી ઠાકોર, નીમાબેન આચાર્ય, અમદાવાદમાં શંકરભાઇ ચૌધરી, ડો.જીવરાજભાઇ ચૌહાણ, અસ્મિતાબેન શીરોયા, અમદાવાદ પશ્ર્ચિમમાં શબ્દશરણભાઇ બ્રહ્મભટ્ટ, બાલુભાઇ શુકલ, નયનાબેન પટેલ, સુરેન્દ્રનગરમાં સૌરભભાઇ પટેલ, નીતિનભાઇ ભારદ્વાજ, જશુબેન કોરાટની નિમણુંક કરાઇ છે.

રાજકોટમાં નરહરીભાઇ અમીન, બાબુભાઇ જેબલીયા, જયાબેન ઠકકર, પોરબંદરમાં  ટુંડીયા, રમેશભાઇ મુંગરા, આદ્યશક્તિબેન મજમુદાર, જૂનાગઢમાં ચીમનભાઇ શાપરીયા, રમેશભાઇ રૂપાપરા, અમીબેન પરીખ, અમરેલીમાં આર.સી.ફળદુ, જયંતીભાઇ કવાડીયા, નીમુબેન બાંભણીયાની નિમણુંક કરાઇ છે.

ભાવનગરમાં મુળુભાઇ બેરા, મહેશભાઇ કસવાળા, ભાનુબેન બાબરીયા, આણંદમાં ભરતભાઇ પંડયા, જયદ્રથસિંહ પરમાર, ખેડામાં ભાર્ગવભાઇ ભટ્ટ, જયસિંહ ચૌહાણ, જાગૃતિબેન પંડયા, પંચમહાલમાં જીતુભાઇ સુખડીયા, પરાક્રમસિંહ જાડેજા, હેમાલીબેન બોધાવાલા, દાહોદમાં હર્ષદગીરી  અમીતભાઇ ઠાકર, રમીલાબેન બારાની નિમણુંક કરાઇ છે.

વડોદરામાં જયનારાયણભાઇ વ્યાસ, પંકજભાઇ દેસાઇ, દર્શનાબેન વાઘેલા, છોટાઉદેપુરમાં રમેશભાઇ મિસ્ત્રી, કુબેરસિંહ ડીંડોર, મયુરીકાબેન જાદવ, ભરૂચમાં પ્રદીપસિંહ જાડેજા, પ્રફુલ્લભાઇ પાનસેરીયા, અમીતાબેન પટેલ, બારડોલીમાં મંગુભાઇ પટેલ, પુર્ણેશભાઇ મોદી, જ્યોતિબેન પંડયા, સુરતમાં ભરતસિંહ પરમાર, ભરતભાઇ બારોટ, ભાવનાબેન દવે, નવસારીમાં છત્રસિંહ મોરી, નિરંજનભાઇ ઝાંઝમોરા, દર્શનાબેન દેશમુખ  વલસાડમાં ગણપતભાઇ વસાવા, વિવેકભાઇ એન.પટેલ, દર્શીનીબેન કોઠાયાની નિમણુંક કરવામાં આવી છે.

 

Related posts

ખંભાળિયાની શાકમાર્કેટ નજીક ગંદકીથી નર્કાગાર જેવી પરિસ્થિતિ

Nawanagar Time

વીજ ધાંધિયાથી ત્રસ્ત રહેવાસીઓનું વીજ કચેરી ઉપર હલ્લાબોલ

Nawanagar Time

ભાણવડમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારાતા ખળભળાટ

Nawanagar Time

Leave a Comment