Nawanagar Time
ગુજરાત જામનગર

ખીમલિયા સીમમાં આડાસંબંધ મામલે શ્રમિકની હત્યા કરાયાનો ધડાકો

blast-kills-cutting-labor-adasambandha-case-khimaliya-countryside

ગળું દબાવી હત્યા નિપજાવી નગ્નાવસ્થામાં મૃતદેહ ફેંકી દેવાયો હતો શકમંદ ત્રિપુટી સંકજામાં

જામનગર:-જામનગર નજીક ખીમલીયા ગામની સીમમાં એક શ્રમીક યુવાનનુ ગળુ દબાવી હત્યા નિપજાવી મૃતદેહને નગ્નહાલતમાં ફેંકી દેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શકમંદોને સકંજામાં લીધા છે જેની સધન પુછતાછ કરવામાં આવી રહી છે.આ હત્યા પાછળ આડાસંબંધ કારણભુત હોવાની મહત્વપુર્ણ કડીના પગલે ટુંકમાં હત્યાનો ભેદ ઉકેલાવાનો આશાવાદ સેવવામાં આવી રહયો છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર નજીક ખીમલીયા ગામની સીમમાંથી ચારેક દિવસ પુર્વે અર્ધદાટેલી અવસ્થામાં યુવાનનો નગ્ન મૃતદેહ મળી આવતા પંચ એ પોલીસે તેનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે હોસ્પીટલમાં ખસેડયો હતો.જેમાં પીએમની શોર્ટનોટમાં ગળુ દબાવવાથી મોત નિપજયુ હોવાનુ તારણ દર્શાવાયુ હતુ.આથી પોલીસે ગળુ દબાવીને હત્યા નિપજાવીને પુરાવાનો નાશ કરવા માટે નગ્નહાલતમાં ફેંકી દીધાનો અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.

આ મામલે ચુનંદા પોલીસ સ્ટાફ સાથેની જુદી જુદી ટીમોએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.જેમાં મૃતક યુવાનની ઓળખ મેળવવાની સાથે હત્યારાના સગડ મેળવવા માટે હાથ ધરાયેલી તપાસ દરમ્યાન ત્રણ શકમંદોને પોલીસે દબોચી લીધા હતા.આ ત્રણેય શકમંદોની જીણવટભરી પુછપરછ હાથ ધરવામાં આવી છે.જેમાં અમુક મહત્વની કડીઓ મળ્યાનુ પણ સામે આવ્યુ છે.આ શ્રમીક યુવાનની હત્યાના બનાવ પાછળ આડાસંબંધ કારણભુત હોવાની કડી સાંપડતા ટુંકમાં ભેદ ઉકેલાવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

Related posts

જામનગરમાં કોરોના ફરી કાતિલ બન્યો: 48 કલાકમાં પાંચ મોત

Nawanagar Time

વાવાઝોડાની દહેશતના પગલે હાપા યાર્ડમાં મગફળી, કપાસ ઊતારવાની મનાઈ

Nawanagar Time

એલઆરડી ઉમેદવારોનો પૉસ્ટર વિરોધ

Nawanagar Time

Leave a Comment