Nawanagar Time
ગુજરાત જામનગર સ્પોર્ટસ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં ચાલતા સગાવાદ સામે લડવા જામનગરથી રણશીંગુ ફૂંકાયુ

blasting-ranjanigu-from-jamnagar-to-fight-saugavad-in-saurashtra-cricket-association

ભાવિ ક્રિકેટરોના વાલીઓ દ્વારા રેલી અને ઉપવાસ આંદોલન સહિતની લડત માટે ગોઠવાયો તખ્તો: લોધા કમીટીને પત્ર લખી ગેરલાયક પસંદગીકારોને હટાવવા દરખાસ્ત

જામનગર:-સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં લાંબા સમયથી ચાલી રહેલા સગાવાદ સામે લડત આપવા જામનગરથી રણશીંગુ ફૂંકાયુ છે. જામનગરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ વાલી યુનિયનની રચના કરાયા બાદ હવે મહાકાય રેલી કાઢવા અને ઉપવાસ આંદોલન કરવા તખ્તો ઘડાઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ચાલી રહેલા સગાવાદ અને મની પાવર સામે અનેકવખત આક્ષેપો થઇ ચૂકયા છે. જોકે હવે આ મામલે નકકર લડત ચાલશે તેવું જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ વાલી યુનિયનના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અનેક યુવા ક્રિકેટરનું પરફોર્મન્સ ખુબ જ સારૂ છે. જોકે તેમની પસંદગી થતી નથી લાગવગ અને પૈસાના જોરે કાબેલ ન હોય તેવા ખેલાડીઓની પસંદગી ક્રિકેટ રમવા થઇ જાય છે. આજે આ મામલે ક્રિકેટ બંગલા ખાતે વાલી મીટીંગમાં સૌરાષ્ટ્ર ક્રિકેટમાં પસંદગીકારોની નિતી સામે લડી લેવાનો તખ્તો ઘડવાનો છે.

હાલ જામનગરમાંથી 60થી 70 વાલીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ વાલી એસોસીએશનમાં જોડાઇ ગયા છે. ઉપરાંત બોટાદ, વેરાવળ, પોરબંદર અને દ્વારકા સહિતના જિલ્લાઓમાંથી પણ વાલીઓ આ યુનિયનમાં જોડાયા છે. ટુંક સમયમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ચાલી રહેલા સગાવાદ સામે મસમોટુ આંદોલન છેડાવા જઇ રહ્યું છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં ચાલી રહેલા સગાવાદ અને પૈસાના જોરથી ક્રિકેટરની પસંદગીના દુષણ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડના લોધા કમિટીને પણ જાણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના કેટલાક પસંદગીકારો આ એસોસીએશનમાં પોતાને રાજા સમજી મનફાવે તેવું ગેરવર્તુણ કરે છે. આ મામલે જે કોઇ યુવા ક્રિકેટરના વાલી ફરિયાદ કરે તો તેમને ખોટો અને ઉડાવ જવાબ આપવામાં આવે છે. તેઓ માત્ર સગાવાદ ચલાવે છે. જે ભવિષ્યના યુવા ખેલાડીઓ માટે ખુબ જ અન્યાયી બાબત છે. જો વહિવટમાં બદલાવ કરવામાં આવે તો વહિવટ પારદર્શક થઇ શકે છે. જેઓ એસોસીએશનમાં રહેવા માટે વયમર્યાદા વટાવી ચુકયા છે તેવા પસંદગીકારોને તાત્કાલીક હટાવા પગલા લેવાની રજૂઆત લોધા કમીટીને થઇ છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનમાં હાલ એવા પસંદગીકાર પણ છે જે માત્ર એક જ મેચ રમ્યા હોય આવા ગેરલાયક પસંદગીકારને હટાવી વધુને વધુ રણજી મેચ રમેલા પસંદગીકારને બેસાડવાની દરખાસ્ત લોધા કમીટીને ક્રિકેટ વાલી એસોસીએશન દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની પસંદગી સમીતીના મહેશ ચૌહાણ અને મોહનસિંહ જાડેજાને હટાવવાથી ભાવિ ક્રિકેટરોનું ભવિષ્ય  અંધકારમાં ધકેલાતા બચી જશે તેવું પણ લોધા કમીટીને થયેલી રજૂઆતમાં જણાવાયું છે.

Related posts

જામનગર-જોડિયા તાલુકામાં માત્ર 24 ગામના જ પીવાના પાણીના સેમ્પલ ‘ફીટ’

Nawanagar Time

જોડિયા ભૂંગામાં અગરિયાઓની જિંદગી નર્ક જેવી: હાર્દિક

Nawanagar Time

બર્ફીલા પવને જામનગરને ધ્રુજાવ્યું

Nawanagar Time

Leave a Comment