Nawanagar Time
ગુજરાત

અભી તો પાર્ટી શૂરું હુઈ હૈ.. BMWકાંડનો આરોપી વિસ્મય શાહ પત્ની, મિત્રો સાથે દારૂપાર્ટીમાં ઝડપાયો..

BMW arm accused Wishmai Shah wife, arrested with friends.

રાજ્યભરમાં ચકચાર મચાવનાર બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનાે આરોપી વિસ્મય શાહ તેની પત્ની પૂજા શાહ અને અન્ય પાંચ મિત્રો સાથે દારૂ અને હુક્કાની મહે‌િફલ માણતો અડાલજ ખાતે આવેલા એક લક્ઝ્રુરિયસ બંગલામાંથી ઝડપાતાં ચકચાર મચી ગઇ છે. ન્યૂ યર તેમજ લગ્નની પાર્ટીને સે‌િલબ્રેટ કરવા માટે વિસ્મય શાહ અને ડો. ચિન્મય પટેલે પાર્ટીનું આયોજન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલાં વિસ્મય શાહનાં લગ્ન થયાં હતાં ત્યારે ગત મહિને પૂર્વ ધારાસભ્ય અ‌િજત પટેલના પૌત્ર ચિન્મય પટેલનાં ર‌િશયન યુવતી સાથે તુર્કીમાં લગ્ન થયાં હતાં.

ગઇ કાલે મોડી રાતે ગાંધીનગર એલસીબીને બાતમી મળી હતી કે ચાંદખેડાથી ઝુંડાલ જવાના રોડ પર આવેલા બાલાજી કુ‌િટર નામના બંગલામાં દારૂ તેમજ હુક્કાની પાર્ટી ચાલી રહી છે. બાતમીના આધારે એલસીબી તેમજ અડાલજ પોલીસ સ્ટેશનની ટીમ બાલાજી કુ‌િટર પર પહોંચી ગઇ હતી. જ્યાં બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસનાે આરોપી વિસ્મય અમિતભાઇ શાહ તેની પત્ની પૂજા શાહ, ગાયનેકલલો‌િજસ્ટ અને પૂર્વ ધારાસભ્યનો પૌત્ર ડો.ચિન્મય પટેલ અને તેની ર‌િશયન પત્ની, હર્ષિત મજુમદાર, આ‌ર્કિટેક્ટ મંથન ગણાત્રા, અને વીએસ હોસ્પિટલની ડોક્ટર મિમાંશા કશ્યપ બૂચ ઝડપાઇ ગયાં હતાં.

વિસ્મય શાહના ગઇ ૧૩ ડિસેમ્બરના રોજ પૂજા સાથે લગ્ન થયાં હતાં. બન્નેનાં લગ્ન બાદ પાર્ટીનું ખાસ આયોજન બંગલા પર કરવામાં આવ્યું હતું. તમામ દારૂની પાર્ટી સાથે હુક્કાની પણ મોજ માણી રહ્યા હતા ત્યારે પોલીસ પહોંચી ગઇ હતી. ચિન્મયના પિતા ડો. ચૈતન્ય પટેલનો આ બંગલો છે. એલસીબીની ટીમે ચિન્મયના પિતા ચૈતન્ય પટેલની મર્સીડીઝ કાર પણ જપ્ત કરી છે જ્યારે બંગલામાંથી ૧પ દારૂ અને બિયરની બોટલ મળી આવી છે.

પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર મળી આવેલો દારૂ પરમીટવાળો છે. પોલીસે વિસ્મય, પૂજા, ચિન્મય, મંથન, હર્ષિત અને મિમાંશા વિરુદ્ધમાં બે ગુના દાખલ કર્યા છે. જ્યારે ર‌િશયન યુવતીને વિદેશી પાસપોર્ટ હોઇ છોડી મૂકવામાં આવી છે. અડાલજ પોલીસે તમામ હાઇ પ્રોફાઇલ આરોપીની ધરપકડ કરી ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મે‌િડકલ ચેકઅપ માટે મોકલી આપ્યા હતા.

ઉલ્લેખનીય છે કે વિસ્મય શાહને બીએમડબ્લ્યુ હિટ એન્ડ રન કેસમાં કોર્ટે સજા સંભળાવી હતી. દસ દિવસ પહેલાં તેનાં લગ્ન થયાં હોવાથી તેની પત્ની સાથે વિદેશ હનીમૂન માટે જવાનું હતું, જેથી તેને હાઈકોર્ટમાં અરજી કરી હતી જોકે હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી તો બીજી તરફ અમદાવાદ જિલ્લાની કણભા પોલીસે દારૂની મહેફિલ માણતા પ લોકોને ગઇ કાલે વહેલાલ ગામના ફાર્મ હાઉસથી પકડી પાડ્યા છે.

પોલીસને બાતમી મળી હતી કે ૧પથી વધુ લોકો વહેલાલ ગામમાં આવેલા ચિંકી ફાર્મમાં દારૂની મહે‌િફલ માણી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જેમાં ૧પ પૈકી પાંચ લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર તમામ લોકો જમવાની પાર્ટી કરવા માટે ભેગા થયા હતા. કણભા પોલીસે ફાર્મ હાઉસની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પરથી તમામ લોકોની અટકાયત કરી હતી, જોકે પાંચ યુવકોએ દારૂ પીધો હોવાથી તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

ર૦૧૩ની ર૪ ફેબ્રુઆરીની રાત્રે અમદાવાદના જજીસ બંગલા પાસે વિસ્મય શાહે પોતાની બીએમડબ્લ્યુ કારની ટક્કરથી શિવમ અને રાહુલ નામના બે યુવાનોનાં મોત નીપજાવ્યાં હતાં, જેમાં શિવમ દવેનું ઘટનાસ્થળે અને રાહુલ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતમાં ચકચાર બનેલી આ ઘટનામાં વિસ્મય શાહ એક વર્ષ જેલમાં રહ્યો હતો, જ્યાં તેને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે આપેલા જામીન બાદ વિસ્મય શાહેને મીર્ઝાપુર કોર્ટે પવર્ષની સજા સંભળાવી હતી અને રપ હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત માર્યા ગયેલા શિવમ પ્રેમશંકર દવે અને રાહુલ ઘનશ્યામ પટેલ એમ બન્ને યુવકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ પણ કર્યો હતો.

Related posts

શુ આ છે વિકાસ ?…ઓખામાં ચાલુ સ્કૂલે છતમાંથી પોપડાં પડ્યાં

Nawanagar Time

હાશ… પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું… ક્યાં કેટલો ભાવ જાણી લો…

Nawanagar Time

રીલાયન્સની લેબર કોલોની નજીક ઓપરેશન ડિમોલિશનનો તખ્તો તૈયાર

Nawanagar Time

Leave a Comment