Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ‘ડેમ’ કરતાં દોઢું પાણી આપતાં ‘બોર કૂવા’

boer-well-giving-water-more-than-dam-in-jamnagar

હાલારમાં પાણી છે નહી ને દર અઠવાડિયે અમથી અમથી સમીક્ષા

જામનગર:-જામનગર જિલ્લાના ડેમોમા ગત નબળા ચોમાસાના કારણે પાણી તો છે નહી ને ઉપરથી દર અઠવાડીયે અમથી અમથી સમીક્ષા થાય છે તેમા ખુબીની વાત   છે કે ગ્રામજનો ને પીવાના પાણી ડેમ માંથી મળે છે તેના કરતા દોઢુ પાણી તો બોર કુવા પુરૂ પાડે છે.

જામનગર જિલ્લાની પાણી સમિતિની અને અછત અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભા ખંડમાં કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતી. આ બેઠકમાં જામનગર શહેર અને નગરસીમ વિસ્તાર તથા જિલ્લાના  તાલુકાઓમાં હાલની પીવાના પાણીની તથા ઘાસચારાની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું કે જામનગર જિલ્લાના ગામોમાં કે જ્યાં ખાસ કિસ્સામાં પીવાના પાણીના ટેન્કરની જરૂરીયાત છે ત્યાં ટેન્કર પુરા પાડવા જણાવ્યુ હતુ. પાણી ચોરી થવાના કિસ્સાઓમાં કડક હાથે પગલાં લેવા તેમજ પાણી ચોરી અટકાવવાના સઘન  કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓને સુચિત કર્યા હતાં.

જામનગર જિલ્લાની ગ્રામ્યની કુલ જરૂરિયાત 56 એમ.એલ.ડી.ની છે. જેમાથી હાલ નર્મદા માંથી 47 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 6.16 એમ.એલ.ડી. અને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક બોર / કુવામાંથી 9.00 એમ.એલ.ડી. આમ કુલ 62.16 એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવે છે. જ્યારે જિલ્લાની શહેરની કુલ  118 એમ.એલ.ડી.ની છે. જેમાંથી હાલ નર્મદા માંથી 48 એમ.એલ.ડી. તથા સ્થાનિક ડેમમાંથી 72 એમ.એલ.ડી. આમ કુલ 120 એમ.એલ.ડી પાણી પુરૂ પાડવામાં આવે છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક, નિવાસી અધિક કલેકટરશ્રી રાજેન્દ્વ સરવૈયા, પાણી સમિતિના સભ્યો તેમજ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સ્કૂલોની ખોટી જાહેરાતોથી ભ્રમિત ન થવા વાલીઓને જિલ્લા શિક્ષણાધિકારીનો અનુરોધ

Nawanagar Time

સરલાબેન આવાસની જુગારણોએ પોલીસને ઉઠાં ભણાવ્યા

Nawanagar Time

ગુરૂનાનકની 550મી જયંતિ નિમિતે તેઓનું જીવન-કવન

Nawanagar Time

Leave a Comment