Nawanagar Time
ગુજરાત જામનગર રાજકોટ

સોયલ નજીક બોલેરો પલટી, બે પિતરાઈ ભાઈઓના મોત

bolero-plate-near-soyail-two-cousins-die-of-death

જામનગર:-જામનગર – રાજકોટ ધોરી માર્ગ વધુ એક વખત લોહીથી ખરડાયો છે. ધ્રોલ તાલુકાના સોયલ ટોલનાકા નજીક એક બોલેરો ડિવાઈડર કુદી નીચે પટકાતા સર્જાયેલા અકસ્માતમાં ખંભાળિયા પંથકના બે પીતરાઇ ભાઈઓના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા  જયારે અન્ય એકને ઇજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ખુલી બોલેરોના ફુરચે ફૂરચા બોલી ગયા છે. અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા ત્રણ પિતરાઈ ભાઈઓ રવિવારે બપોરે જામનગર તરફ આવી રહ્યા હતા. ત્યારે સોયલ પાટિયા નજીક આ ત્રણેય  બોલેરો કેમ્પર ગાડી એકાએક ડિવાઈડર સાથે અથડાઈ ફૂટબોલ બની હતી. પળ વારમાં જ બોલેરો ડિવાઈડર કુદી સામેના રોડ પર બે ગોઠ ખાઈ રોડ નીચે આવેલા ખેતરમાં પટકાઈ હતી.  ધડાકાભેર દિવાઇડરને અથડાયા બાદ રોડ નીચે ઉતરી ગયેલી બોલેરો સંપૂર્ણ નષ્ટ પામી હતી. આ બોલેરોમાં સવાર ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના ભાયા  રામ ઉવ. 27 અને જેશા નગાભાઈ રામ ઉવ. 23 નામના બે ભાઈઓને માથા સહિતના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બંને પિતરાઈ ભાઈઓના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા.  આ બનાવમાં બોલેરોની પાછલી સીટ પર સવાર મૃતક ભાયાભાઈના સગાભાઈ જયેશ ઉવ 18 ને હાથના ભાગે સામાન્ય ઇજા પહોચતા તેમનો ચમત્કારિક બચાવ  હતો. આ બનાવના પગલે ધ્રોલ પોલીસ દફ્તરનો સ્ટાફ ગજાતના સ્થળે દોડી ગયો હતો.

Related posts

કૃષિલક્ષી પેકેજથી ખેડૂતોના આર્થિક વૃદ્ધિના દ્વાર ખુલશે: કૃષિમંત્રી

Nawanagar Time

ધ્રોલ પાલિકામાં મહિલાના પગલાં પડતા 5.50 કરોડની ગ્રાન્ટ આવી

Nawanagar Time

જામનગરમાં જમીન કૌભાંડોની તપાસ માટેની પોલીસની ‘સીટ’ વેર-વિખેર

Nawanagar Time

Leave a Comment