Nawanagar Time
ગુજરાત દ્વારકા

ઘડી ડિટર્જન્ટ પ્લાન્ટમાં બોમ્બ, અફડા-તફડી : મોકડ્રીલ

bombshell-in-dredged-plant-mafia-trapped-mockdril

દ્વારકા:-દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે આવેલ આરએસપીએલ ઘડીમાં જૈશ-એ-મહમદના બે આતંકવાદીઓએ આરએસપીએલ ઘડીની મોટર ગાડીનું  સામે રોડ પરથી અપહરણ કરી રોડ માર્ગે આવી એડમિન ગેઇટ પર ફરજ પરના સિકયુરીટી ગાર્ડ ઉપર અંધાધુંધ ફાયરીંગ કરી મોટર ગાડી પુરપાટ ચલાવી આરએસપીએલ ઘડી પ્લાન્ટના સેન્ટ્રલ ક્ધટ્રોલ રૂમમાં ઘુસી ગયેલ અને સેન્ટ્રલ ક્ધટ્રોલ રૂમમાં પ્લાન્ટ ઓપરેટ કરતાં ઇન્જીનીયરોને બંધક બનાવેલ અને ટાઇમર બોમ્બ પ્લાન કરેલ ત્યારબાદ બંધકો મારફતે  મુકત કરવા તથા બોમ્બ બ્લાસ્ટ નહીં કરી પ્લાન્ટને નુકશાન નહીં પહોંચાડવા માટે જેશ-એ-મહંમદનો જેલમાં રહેલ તેના સાથી આતંકવાદીને મુકત કરવાની રૂા. 1 કરોડ તથા નાસવા માટે એક હેલીકોપ્ટરની વ્યવસ્થા કરવા માંગણી કરેલ અને તેમ કરવામાં નહીં આવે તો તેઓ આ બંધકોને મારી નાખરે અને બોમ્બ બ્લાસ્ટ કરી આરએસપી એલ  પ્લાન્ટ ઉડાવી દેશે તેમ ધમકી આપેલ હતી.

વેદાન્ત ક્રેઇન (ઓએનજીસી) ઇન્ડિયા ભોગાત સિકયુરીટી અધિકારી તમામ સિકયુરીટી અધિકારીને એલર્ટ જાહેર કરી એડમીન બિલ્ડીંગને કોર્ડન કરેલ અને ક્ધટ્રોલરૂમ સિફટના ઇન્ચાર્જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ તથા કલ્યાણપુર પોલીસ સ્ટેશન ઉપર જાણ કરેલ હતી અને આતંકીઓને રોકવાનો પ્રયાસ થયો હતો. જો કે  આ મોકડ્રીલ હોવાની જાહેરાત થઇ હતી. દ્વારકા જિલ્લામાં વાઇટલ ઇન્સ્ટોેલેશન ઉપર આતંકી હુમલો થાય તો તેને પહોંચી વળવા સજ્જ રહી શકાય તેની તકેદારીના ભાગરૂપે જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદની સુચનાથી આ કામગીરી થઇ હતી.

Related posts

જામનગર (ગ્રામ્ય)માં કોંગ્રેસના જયંતિભાઈ સભાયાનું સ્ટિમ રોલર ફરી વળ્યું

Nawanagar Time

જામ્યુકોના સોલીડ વેસ્ટ વિભાગમાં ‘રામ રાજ’ : આડેધડ પુરાતી હાજરી

Nawanagar Time

જામજોધપુરના બાલવામાં ગૌચરની જમીન ઉપર પવનચક્કી ખડકી દેવાતાં ભડકો

Nawanagar Time

Leave a Comment