Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

બોલિવૂડના સુપર સ્ટાર્સ નો મોદી સાથે સેલ્ફી ટાઈમ..

બોલિવૂડના રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવણ અને રાજકુમાર રાવ સહિત ટોચના સ્ટાર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે થોડાક સપ્તાહ પહેલાજ બોલિવૂડના નિર્માતાઓ સાથે વડાપ્રધાન મોદીએ મુલાકાત કરી હતી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને લઈને જે સમસ્યાઓ છે તેના વિશે ચર્ચા પણ કરી હતી. તેમજ આ મીટિંગ પછી કેન્દ્ર સરકારે ફિલ્મની ટિકિટ પર જીએસટી દરમાં ઘટાડો કર્યો છે.

ત્યારે આજે ફરીથી બોલિવૂડના સ્ટાર્સ વડાપ્રધાન સાથે મિટિંગ કરી હતી. જો કે આ મીટિંગ કેમ રાખવામાં આવી હતી તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. જો કે સ્ટાર્સ લોકોએ નરેન્દ્ર મોદી સાથે સેલ્ફી લીધી હતી અને મોદીએ પોતાના ટ્વીટર પર ફોટો પોસ્ટ કર્યો છે જેમાં રણવિર સિંહ સેલ્ફી લઈ રહ્યો છે.

ફિલ્મમેકર કરણ જોહર દ્વારા આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ પ્રતિનિધિમંડળમાં નર્દેશકો અને કલાકારો પણ સામેલ થાય છે. તેમજ બોલિવૂડના ડિરેક્ટર રોહિત શેટ્ટી, રાજકુમાર રાવ, વિક્કી કૌશલ, આયુષમાન ખુરાના, ભૂમિ પેડનેકર, અને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિતના ઘણા સ્ટાર્સ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. જો કે તમને જણાવી દઈએ કે આ પહેલા વડાપ્રધાન સાથે 19 ડિસેમ્બરના રોજ બેઠક થઈ હતી ત્યારે એવી વાતો વહેતી થઈ હતી કે આ બેઠકમાં એક પણ મહિલા પ્રતિનિઘિ નથી. જેને લઈને આ વખતે આલિયા ભટ્ટ અને ભૂમિ પેડનેકર પણ આ મિટિંગમાં સામેલ હતા.

Related posts

રાની મુખર્જીનો ફિલ્મ ‘મર્દાની 2’નો પોલીસ ઓફિસર તરીકેનો ફર્સ્ટ લુક રિલીઝ

Nawanagar Time

કોફી વિથ કરણમાં હાર્દિક અને રાહુલના ખુલશે વિચાર્યા ન હોય એવા રાઝ,એક ક્લિકે જાણો સંપૂર્ણ માહિતી

Nawanagar Time

કપિલ શર્માએ માંગી PM મોદીની માફી

Nawanagar Time

Leave a Comment