Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર માટે રીંગ રોડ અને ફલાયઓવર બન્ને હવામાં

both-the-ring-road-and-the-flyover-for-jamnagar-in-the-air

ટ્રાફિક સુયોજીત કરવા અને શહેરમાં રાહદારીઓ-વાહન ચાલકો વ્યવસ્થિત પસાર થઇ શકે તે માટે તાકિદના વિકલ્પ વિચારવા પણ જરૂરી

જામનગર:-જામનગરનો વ્યાપ વધતો જાય છે વસતી વધતી જાય છે તેમ તેમ દેખીતુ છે કે બાંધકામ અને વાહનો પણ વધતા જાય છે ત્યારે જાહેર માર્ગો ઉપરની ત્રાસ દાયક સ્થિતિ વચ્ચે  તો જામનગર માટેનો રીંગ રોડ અને ફલાયઓવર બ્રીજ બંને પ્રોજેકટ હવામાં હોઇ તાત્કાલીક કોઇ નિરાકરણ આવતુ નથી અને માટે જ તાકીદના કોઇ વિકલ્પ અમલમાં મુકી વાહન વ્યવહાર સુયોજીત થાય રાહદારીઓ સાનુકુળતાથી પસાર થાય તે માટે આયોજન હાથ ધરવુ જરૂરી જ નહી અતિ આવશ્યક અને અનિવાર્ય લઇ ગયુ છે. શહેરની  ચો.કી.મી.નો વિસ્તાર, 16 વોર્ડ, ચાર લાખથી વધુ વાહનો, સાત લાની વસતી, મુખ્ય 26 રોડ જેની 250 કિ.મી. જેટલી લંબાઇના વિસ્તાર, 800થી વધુ નાના-મોટા શોપીંગ સેન્ટરો અને હજારો દુકાનોની સ્થિતિ વચ્ચે દરરોજ માર્ગો પર કાઉડ છવાય છે જે ત્રાસદાયક છે. રાજ્ય સરકારના બજેટમાં અરબન ડેવલપમેન્ટ પ્રોજેકટ (યુડીપી) હેઠળ જામનગરનો ફલાય  વિકટોરીયા પુલથી સાત રસ્તાથી આગળ સુધી 2.8 કિ.મી.નો રૂા.230 કરોડથી વધુનું આયોજન થયું છે તેવી જ રીતે સરમતથી બેડી બંદર અને બેડીબંદરથી હાપા સુધી રોડ, રીંગરોડ બનાવવાની સાથે સાથે ગાંધીનગરથી રામેશ્ર્વરનગર પાછળથી નાગનાથ ગેઇટ સુધીના રોડનું આયોજન છે. આમ રીંગ રોડ તેમજ સેમી રીંગ રોડનું આયોજન હાલ તો હવામાં  છે માટે શહેરમાં રાહતરૂપ બાબતના નજીકના અણસાર નથી પ્રોજેકટ બજેટમાં દર્શાવી, ડીપીમાર બનાવી, માત્ર ફાઇલો ચલાવવાથી તો સાકાર થતુ નથી અને ઠોસ કાર્યવાહી સરકારમાંથી કરાવવા કોર્પોરેશનની નેતાગીરી ઉણી ઉતરે છે.

હાલ તુરંત ઇન્દિરા રોડ ક્લિન કરાવો-ફુડ ઓવર બ્રિજ બનાવો

હાલ તુરંત પણ જો તંત્રની ઇચ્છા શકિત હોય તો ગુલાબનગરથી  વિકટોરીયા પુલથી ઇન્દીરા રોડ છેક સાંઢીયા પુલ સુધી તદ્દન સાફ કરાવો રોડની બંને સાઇડના દબાણ દૂર કરાવો, પાર્કિંગના અડીંગા સાફ કરાવો તો 25 ટકા જેટલી હાલની સ્થિતિમાં રાહત થશે તેમજ શહેરના ઇન્દીરા રોડ, પીએન રોડ, બેડી રોડ, હોસ્પિટલ રોડ, સુમેર કલબ રોડ, એરોડ્રામ રોડ, પવનચક્કી રોડ, દિગ્વીજય પ્લોટ રોડ,  મંદિર રોડ, સેન્ટ્રલ બેંક રોડ, ગાંધી રોડ, રણજીત રોડ જવા વધુ લોકોની પગપાળા અવર જવર રહે છે ત્યાં સર્વે કરી તાત્કાલીક પરંતુ ડયુરેબલ ફુટ ઓવર બ્રિજ બનાવવા જોઇએ તે તો માપ સાઇઝ મુજબ અમુક સેમ્પલ માટે મુકવા તાત્કાલીક પણ મળી શકે છે.

ઇંધણ બગડે છે- પ્રદુષણ થાય – ત્રાસ વધે છે…

ટ્રાફીક સમસ્યા વકરતા એક તો લોકોનો સમય બગડે છે, ઇંધણ વધુ વપરાય છે, પ્રદુષણ વધુતુ જાય છે (અવાજ અને ધુમાડાનું) આ દરેક સ્થિતિના કારણે લોકોને ત્રાસ વધતા તણાવ વધે છે જેથી ઝઘડા ઘર્ષણ, આક્રોશ, નિયમ ભંગ કરવાની નિતિ વગેરે વધવા લાગે છે.

Related posts

રાજપૂત ક્ધયા છાત્રાલય રોડ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળતાં રોગચાળાનો ખતરો

Nawanagar Time

પાકવીમા કંપનીઓ દ્વારા ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ

Nawanagar Time

હવે પાણીચોરી કરનારાઓને જેલમાં ધકેલાશે

Nawanagar Time

Leave a Comment