Nawanagar Time
હેલ્થ ટીપ્સ

બોટલના પાણીથી કેન્સર અને ROના પાણીથી હાડકાં-આંતરડાંના રોગ થાય છે

bottle-water-causes-bone-intestinal-disease-with-cancer-and-ro-water

દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસ ઉજવાય છે. પાણીને અમૃતની ઉપમા આપી છે. પરંતુ આજની લાઈફ સ્ટાઇલમાં લોકો શુદ્ધ પાણી પીવાનાં ચક્કરમાં પાણીમાં રહેલા પોષકતત્ત્વો અને વિટામિનનો નાશ કરી રહ્યા છે.

RO પાણીથી વિટામિન બી-12ની ઊણપ ત્રણ ગણી વધે છે

સામાન્ય રીતે આપણે ફિલ્ટર કરેલું પાણી પીવાનો જ આગ્રહ રાખીએ છીએ. પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં RO પાણીના ગેરફાયદાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ રિપોર્ટ પ્રમાણે RO પાણીનો સતત ઉપયોગ કરવાથી આંતરડામાં રહેલા બેક્ટેરિયાંનું પ્રમાણ ઘટી જાય છે અને પાચન તંત્રને તથા પોષણને લગતા રોગો થઇ શકે છે. શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઉણપ અને તેને લગતા રોગો થઇ શકે છે. હાડકાં નબળા થવાની તથા તેમાં ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય છે.પશ્ચિમ ભારતમાં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે 28% ભારતીય નાગરિકો વિટામિન B12 ની ઉણપ ધરાવે છે, પરંતુ RO પાણીનો ઉપયોગ કરનાર લોકોમાં આ ઉણપ 50.6% જેટલી જોવા મળી છે. RO સિવાયનું પાણી પીવા વાળામાં આ ઉણપ માત્ર 17.5% જેટલી જ જોવા મળી છે. આ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે RO નું પાણી પીવાવાળામાં વિટામીન B12 ની ઉણપ 3 ગણી વધારે પ્રમાણમાં જોવા મળે છે.

ROના પાણીથી આ રોગ થવાની સંભાવના:

  • આંતરડાના રોગ,
  • પાચનને લગતા રોગ,
  • હાડકાં નબળા પડે,
  • રક્તકણ ઘટે.

એક લિટર પાણીની બોટલમાં 10.4 માઈક્રો પ્લાસ્ટિક પાર્ટિકલ્સ ભળે છે

પાણીની બોટલ કે પાઉચનું પાણી પીતા કરોડો લોકો માટે ચેતવણી રૂપ બાબત એ છે કે, આપણે રોજિંદાં દિવસોમાં જે પાણીનું સેવન કરી રહ્યા છીએ તેનાથી ખરેખર કેન્સર સહિતના અનેક રોગ થવાનું જોખમ રહેલું છે. રિપોર્ટ પ્રમાણે એક લિટર પાણીની બોટલમાં 10.4 માઈક્રો પ્લાસ્ટિક પાર્ટિકલ્સ મળ્યા હતા. જે નળમાંથી આવતા પાણીની સરખામણીમાં બે ગણા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર કશ્યપ ઠુમ્મરે કરેલું સંશોધન અને રિસર્ચ પેપર જુલાઈ-2017માં જર્મનીના બર્લિનમાં પણ પ્રસિદ્ધ થયું છે.

બોટલના પાણીથી આ રોગની સંભાવના:

  • કેન્સર,
  • અસ્થમા,
  • ડાયાબિટીસ,
  • હૃદયરોગ.

Related posts

ખાલી પેટ લીંબુ પાણી પીવાથી રોગ રહેશે દૂર

Nawanagar Time

રપમી નવેમ્બરથી સઘન શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ

Nawanagar Time

માથાથી માંડી પગ સુધીના તમામ દર્દ મટાડતી સેરાજેમ થેરાપી

Nawanagar Time

Leave a Comment