Nawanagar Time
સ્પોર્ટસ

26 ડિસેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે બોક્સિંગ ડે ટેસ્ટ…

boxing-day-test-india-vs-australia

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાશે. બોક્સિંગ ડે નામ પડતા જ મોટાભાગના લોકોના મનમાં બોક્સિંગની રમતની વાત આવતી હશે. જોકે, બોક્સિંગ ડેને બોક્સિંગ સાથે કોઇ લેવા દેવા નથી. ‘બોક્સિંગ ડે’ટેસ્ટના દિવસે આ ટેસ્ટ કેવી રીતે શરૂ થઈ, કેવી છે માન્યતા અને ક્યારે રમાઈ હતી પ્રથમ ટેસ્ટ તેના વિશે જણાવીશું.

  • પરિવાર સાથે ક્રિસમસ ન મનાવી શકતા ક્રિકેટરો થતા નારાજ

    બોક્સિંગ ડે ટેસ્ટ મેચની પરંપરા શરૂ થયા પહેલા 26 ડિસેમ્બરે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ શેફિલ્ડ શિલ્ડની મેચો રમાતી હતી. મોટાભાગે આ મેચ વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચે રમાતી હતી. જે ઘણી લોકપ્રિય બનતી હતી. જોકે ન્યૂ સાઉથ વેલ્સના ખેલાડીઓ એ વાતને લઈને નારાજ હતા કે મેચના કારણે તેઓ પોતાના પરિવાર સાથે ક્રિસમસ મનાવી શકતા નથી.

  • ‘બોક્સિંગ ડે’ એટલે શું?

    ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ગ્રેટ બ્રિટન, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ્સ, જર્મની, પોલેન્ડમાં ક્રિસમસ પછીનો બીજો દિવસ એટલે કે 26 ડિસેમ્બરે જાહેર રજા હોય છે. જે ‘બોક્સિંગ ડે’ તરીકે ઓળખાય છે.

  • 1913માં પ્રથમ વખત થઇ શરૂઆત

    પ્રથમ વખત બોક્સિંગ ડે ટેસ્ટ મેચની શરૂઆત ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 1913માં જ્હોનિસબર્ગમાં થઇ હતી પરંતુ તે બાદ આગળની બોક્સિંગ ડે ટેસ્ટ રમવામાં 48 વર્ષ લાગી ગયા હતા.ક્રિકેટના ફેન્સ માટે ટેસ્ટ મેચથી સારૂ મનોરંજન બીજુ શું હોઇ શકે. પાંચ દિવસ ક્રિકેટની મજા, છઠ્ઠા દિવસે વર્ષને અંતિમ સલામ અને સાતમા દિવસે નવા વર્ષનું સ્વાગત.

Related posts

વિશ્વ કપ પહેલાજ ઓસીઝ બોલિંગ કોચનું રાજીનામુ

Nawanagar Time

વોર્નરે ફરી સંભાળી સનરાઇઝર્સ હૈદરાબાદની કમાન

Nawanagar Time

પરિણામ નહીં તૌ પદવી નહીં.. જાણો શુ થયુ ઇન્ડિયન હોકી ટિમ નાં કોચ સાથે..

Nawanagar Time

Leave a Comment