Nawanagar Time
ગુજરાત જામનગર

GIDCની જડ નીતિ સામે બ્રાસના ઉદ્યોગકારો કાળઝાળ

brass-industry-wave-against-the-rigid-policy-of-gidc

વર્ષો બાદ અન્યાયી રીતે 110ને બદલે વ્યાજ સહિત 1645 પ્રતિ ચો. મીટરના ભાવે વસુલાત કરવા ફતવો બહાર પાડતાં ઉદ્યોગકારો લડી લેવાના મૂડમાં : 28મીએ રેલી યોજી ધંધા બંધ રખાશે

જામનગર:-જીઆઇડીસી દ્વારા શહેરના 1537 બ્રાસ ઉદ્યોગકારોને વ્યાસ સહિત પ્રતિ ચો.મી. રૂા.1645 વસુલ કરવાની નોટીસ આપેલી હોય ઉદ્યોગકારો ઉપર રૂા.167 કરોડનો બોજ વધતા ઉદ્યોગકારો રોષે ભરાયા છે. અન્યાયી ભારણ સામે જો ન્યાય નહીં મળે તો ઉદ્યોગકારો આગામી તા.27મીએ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવશે તેમજ તા.28મીએ ઉદ્યોગ-ધંધા બંધ રાખી હડતાલ ઉપર  જશે.

જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો. દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, જામનગર જીઆઇડીસી ફેસ-3માં પ્લોટનું એલોટમેન્ટ જીઆઇડીસી દ્વારા વર્ષ 2004-05માં કરાયેલું તે સમયે અમારી પાસેથી એલ.આર.સી. કેસ પેટે રૂા.500 પ્રતિ ચો.મી. ડીપોજીટ પેટે ઉઘરાવેલ હતા ત્યારબાદ સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ પ્રતિ ચો.મી. રૂા.390 ચુકવવાનો હુકમ કરેલ છે  કેસમાં ઉદ્યોગકારોને પક્ષકાર બનાવેલ નથી તેમજ અમારી ડીપોઝીટ રૂા.500 જે વર્ષ 2005માં વસુલ કરેલ છે તેનું ઉદ્યોગકારોને વ્યાજ જીઆઇડીસી આપતું નથી તેની સામે અમારે ઉપરની તફાવતની રકમ પેટે રૂા.110 લેવાના થાય જેને નજર અંદાજ કરીને જીઆઇડીસી દ્વારા મનધડંત અને અન્યાયી રીતે ઉદ્યોગકારોને વ્યાજ સહિત પ્રતિ ચો.મી. રૂા.1645 વસુલ કરવાની  આપે છે જે ખુબ જ અન્યાયી છે. જીઆઇડીસી દ્વારા અંદાજીત 11,25,530 ચો.મી.નું એલોટમેન્ટ કરવામાં આવેલું હતું.

brass-industry-wave-against-the-rigid-policy-of-gidc
brass-industry-wave-against-the-rigid-policy-of-gidc

આ બાબતે તા.13-2-2019ના રોજ ગાંધીનગર ખાતે જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીઓ, જીઆઇડીસીના સી.એ., એસોસીએશનના પ્રતિનિધિઓ અને એસોસીએશનના સી.એ. સાથે સંયુકત મીટીંગ યોજાઇ હતી જેમાં એસોસીએશન તરફથી હિસાબી પત્રક રજુ કરેલુ હતું પરંતુ તે હિસાબને ઘ્યાને  વગર જ જીઆઇડીસી દ્વારા એક તરફી નિર્ણય કરેલો જેના લીધે આવા મંદીના માહોલમાં ઉદ્યોગકારો પર ખુબ જ અસહ્ય રીતે ભારણ આવી પડેલુ છે. જે કોઇ રીતે પોસાઇ તેમ નથી તેમજ આ વિસ્તારના ધંધા-રોજગાર પર માઠી અસર પડેલી છે તેમજ જામનગરનો બ્રાસ ઉદ્યોગ આશરે બેથી અઢી લાખ લોકોને પ્રત્યક્ષ અને  રૂપે રોજગારી પુરી પાડતો ઉદ્યોગ છે.

brass-industry-wave-against-the-rigid-policy-of-gidc
brass-industry-wave-against-the-rigid-policy-of-gidc

આ બાબતે છેલ્લા બે વર્ષથી લેખીત તેમજ રૂબરૂ અનેક વખત જીઆઇડીસી તથા સરકારમાં રજૂઆતો કરવામાં આવેલી હોવા છતાં ઉદ્યોગકારોને ન્યાય મળતો નથી ઉલટાનું જીઆઇડીસી દ્વારા ઉદ્યોગકારોને વાર્ષિક 15 ટકા વ્યાજ સાથે વસુલાતની નોટીસો ફટકારેલ છે ઉપરોકત બાબતે હાલમાં વૈશ્ર્વિક મંદીના માહોલમાં તેમજ આ  ભારણ સામે યોગ્ય ન્યાય નહીં મળે તથા સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહીં આવે તો જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) અને જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના સંલગ્ન 13 એસોસીએશન સાથે રહી તા.27-2-2019ના રોજ ઉદ્યોગકારો દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપી તા.28-02-2019ના રોજથી ઉદ્યોગ-ધંધા બંધ રાખી હડતાલ ઉપર  ગાંધી ચીંઘ્યા માર્ગે જવાની ફરજ પડશે. તેવી ચીમકી ઉચારી હતી. આ પત્રકાર પરિષદમાં જી.આઇ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ રાજુભાઇ ચાંગાણી, મંત્રી વિશાલભાઇ લાલકિયા, સભ્ય રાજુભાઇ ચોવટિયા તેમજ ફેકટરી ઓનર્સ એસો.ના પ્રમુખ લાખાભાઇ કેશવાલા ઉપસ્થિત રહ્યા હતાં.

brass-industry-wave-against-the-rigid-policy-of-gidc
brass-industry-wave-against-the-rigid-policy-of-gidc

Related posts

જામનગરમાં ‘ડેમ’ કરતાં દોઢું પાણી આપતાં ‘બોર કૂવા’

Nawanagar Time

નવા વર્ષની ભેંટ: જામનગર જિલ્લાના દસ પોલીસ કર્મીઓને બઢતી

Nawanagar Time

સંકટ સામે ઝઝૂમતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ઉગારવા પેકેજ જાહેર કરો: યુસુફ ખફી

Nawanagar Time

Leave a Comment