Nawanagar Time
ગુજરાત જામનગર

લાંચિયા સુનિલ ભાનુશાળીનું પાપ છાપરે ચડી પોકાર્યું

bribe-sunil-bhanushalis-crime-exposed

ત્રણ-ત્રણ વખત સસ્પેન્ડ થઈ રાજકીય આકાઓના જોરે એસ્ટેટમાં ગોઠવાઈ જતાં ભાનુશાળી વિરૂદ્ધ તોળાતા આકરાં પગલાં

જામનગર:-જામનગરના દિગ્વિજય પ્લોટમાં ઘાસના વાડાનું દબાણ હટાવવાના મામલે ફરિયાદી  મ્યુનિ. કમિશ્નરના નામે 1 લાખની લાંચ માંગી 60 હજારમાં ‘સેટિંગ’ કરનાર જામનગર મહાપાલિકાના લાંચિયા અને સસ્પેન્ડ થવામાં માહિર એવા સુનિલ ભાનુશાળીનું પાપ છાપરે ચડીને પોકાર્યું છે. 60 હજારના ‘તોડ’ પ્રકરણમાં મ્યુનિ. કમિશ્નર સુધી સોગંદનામા સાથેની ફરિયાદ થતાં ડીએમસીએ આ બાબતને ગંભીર ગણાવી આકરાં પગલાંના નિર્દેશો આપ્યા છે.

જામનગર મહાપાલિકાની  એસ્ટેટશાખના બહુ ચર્ચિત સુનિલ ભાનુશાળી  અનેકવાર સસ્પેન્ડ થયા બાદ પરત નોકરીમાં આવ્યા બાદ આશ્ચર્યજનક રીતે એસ્ટેટ શાખામાં જ ગોઠવાઈ જાય છે, કોના કારણે વારંવાર એસ્ટેટ દબાણ હટાવ શાખામાં પુન ગોઠવાઈ જાય છે, એ ચર્ચાતો પ્રશ્ર્ન છે. ત્યારે દિગ્વિજય પ્લોટમાં ખૂદ મ્યુનિ. કમિશ્નરના નામે 60 હજારનો ‘તોડ’ કરનાર સુનિલને આ  ભીંસ પડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

ભ્રષ્ટાચારી માનસ ધરાવતા સુનિલ ભાનુશાળીની કુંડળી જોઈએ તો; 1998માં કમિશનર સુનયના તોમરના સમયમાં સુનિલ ભાનુશાળી સસ્પેન્ડ થયો હતો, ત્યાર બાદ પુન: એસ્ટેટ શાખામાં જ ગોઠવાઈ ગયો હતો, ત્યાર બાદ લોકોમેળામાં ધંધાર્થી પાસેથી પૈસા લેવાના મામલે બીજીવાર અને કારખાના સંચાલકોને લાયસન્સ આપવામાં પોલીસ  ચડ્યા પછી, અને છેલ્લે ઢોરના ડબ્બામાં નોકરી કરતાં સમયે સુનિલ સસ્પેન્ડ થયો હતો.

મ્યુનિ. કમિશ્નરના નામે 60 હજાર રૂપિયાનો ‘તોડ’ કરનાર સુનિલ ભાનુશાળી મામલે ડે.મ્યુનિ. કમિશ્નર મુકેશ કુંભારાણાએ જણાવ્યું હતું કે, આ બાબત ખૂબ જ ગંભીર છે. સોગંદનામા સાથે જ્યારે ફરિયાદ થઈ છે ત્યારે મ્યુનિ. કમિશ્નરના ધ્યાને આ બાબત  આવશે.

હાલમાં એકાદ મહિના પૂર્વે પુન: નોકરીમાં ચડ્યો છે અને સીધું જ એસ્ટેટ શાખામાં પોસ્ટિંગ કરી દેવાયું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુનિલ ભાનુશાળીની કોર્પોરેશનમાં નોકરીના અવધિમાં 80% નોકરી એસ્ટેટ શાખામાં દબાણ હટાવ અધિકારી તરીકે કરી છે.

ઉલ્લેખનિય છે કે, બરતરફ થયેલા પૂર્વ ટીપીઓ જે વી સેદાણીના જમણો હાથ ગણવામાં આવતાં  વારંવાર એસ્ટેટમાં કોણ મૂકાવે છે? તેના આકા કોણ છે ? એ પ્રશ્ર્ન કોર્પોરેશન કેમ્પસમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે.

Related posts

જામનગર જિલ્લાની તમામ અદાલતમાં 14 સપ્ટેમ્બરના રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન

Nawanagar Time

અવસાન પામેલા કોરોના વોરિર્યસના પરિવારને 5 લાખની આરોગ્ય સહાય

Nawanagar Time

હરિદ્વારમાં દ્વારકાના યુવાનની મોતની છલાંગ

Nawanagar Time

Leave a Comment