Nawanagar Time
ગુજરાત ટેક્નોલૉજી

ભાણવડમાં BSNLની 4G સેવાનો પ્રારંભ

bsnls-4g-service-begins-in-bhanwad

ભાણવડ:-ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએન એલ)ની 4G સેવાનો આજથી ભાણવડમાં પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ વાત એ રહી કે, BSNLની 4G સેવા શરૂ કરવાનું ગૌરવ જામનગર જિલ્લામાં સૌ પ્રથમ ભાણવડને મળેલ છે.

ભાણવડ ટેલીફોન એકસચેન્જ ખાતે આજે 4G સેવાનો પ્રારંભ કરવામાં આવેલ ત્યારે  મેનેજર વી.આર. સુચક, ડીવીઝનલ એન્જીનિયર એમ.ડી. મહેતા (ગ્રામ્ય)ના હેઠળ જામનગર સીએમટીએસની ટીમ તથા ભાણવડ લોકલ સ્ટાફના એસડીઇ બી.બી. ટુકડીયા, જેટીઓ વિકાસ મૌર્યા ફેન્ચાઇસી મેનેજર-1 એ.એન. ત્રિવેદી, ફ્રેન્ચાઇસી મેનેજર-2 વી.કે. કણજારીયા, ભરતભાઇ જોષી, બકુલભાઇ નથવાણી તથા સમગ્ર ભાણવડ ઓફિસ સ્ટાફ ટેકનિકલ સ્ટાફ ડી.સી. લીંબાસીયા (જેટીઓ જીસીએમ), દિનેશ ઝરમરીયા (જેટીઓ આરએફ),  કોઠારી (જેઇ)નાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના પ્રારંભે એમ.ડી. મહેતાએ બીએસ એનએલના અધિકારીઓનો પરિચય કરાવ્યા બાદ પીજીએમ એ.કે. ઉપાઘ્યાયે ઉપસ્થિત ગ્રાહકો તેમજ લોકલ ફેન્ચાઇઝી મેમ્બરોને આહવાન કરેલ કે, BSNL અન્ય કંપનીઓ કરતા વધુ સારી, ઝડપી અને સસ્તી સુવિધાઓ પુરી પાડવા કટ્ટીબઘ્ધ છે અને આ 4G સુવિધા ટુંક સમયમાં જ માર્ચ  પહેલા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ શરૂ કરી દેવામાં આવનાર છે. ભાણવડના ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લેવા માટે તેમનું સીમ 4-જીમાં અપગ્રેડ કરાવવા BSNLના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરે અને પ્રથમ વખત સીમ અપગ્રેડ કરવા માટે કોઇપણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહી.

 

Related posts

Zomatoના ટીમ લીડર અને ડીલેવરીબોયને ઢોરમાર માર્યો, આ હતું કારણ

Nawanagar Time

જામનગર જિલ્લામાં 6 જજોની બદલી

Nawanagar Time

વિજરખીમાં હોસ્પિટલ માટે લાખોની જમીન દાનમાં આપતાં રતનબેન

Nawanagar Time

Leave a Comment