Nawanagar Time
ગુજરાત જામનગર

બજેટ મા વાયદાઓની ભરમાર : ધારાસભ્ય વિક્રમ માડમ

budget-fills-promise-mla-madam

એઇમ્સ હોસ્પિટલના સ્થાને ગામેગામ તબીબી સુવિધા આપવા લોકમાંગણી: વિક્રમ માડમ

જામનગર:-બજેટમાં નાના ખેડૂતોના ખાતામાં રૂા.6000 ત્રણ હપ્તે ખેડૂતોના ખાતામાં જમા આપવાનો વાયદો આપી કેન્દ્ર સરકારે ખેડૂતોને હથેળીમાં ચાંદ દેખાડયો છે. રૂા.15 લાખ લોકોના ખાતામાં સરકાર કયારે જમા કરાવશે? ખેડૂતોની આવક બમણી કરી આપવાનો અગાઉ કરેલ વાયદો તો  આ સરકારનો પેન્ડીંગ છે. ખેડૂતોની બાવીસ પ્રકારની પેદાશો ટેકાના ભાવે વાયદો કરેલ છે. ખેડૂતોની મગફળી રૂા.1200ના ભાવે અને કપાસ રૂા.1500ના ભાવે ખરીદ કરવાના વાયદા સામે આટલા ભાવે કયારેય સરકારએ નથી ખરીદી મગફળી કે નથી ખરીદ કરવામાં આવેલ કપાસ. આ સરકાર બજેટમાં અને ખેડૂતોના મસીહા તરીકે મોટી મોટી માત્ર વાતો  સરકાર હોવાનું ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કહ્યું છે. કેન્દ્રિય બજેટને ચૂંટણીલક્ષી ગણાવતાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમએ જણાવ્યું હતું કે, નથી મળતો ખેડૂતોને પાક વિમો કે જેમના માટે ખેડૂતો હકકદાર છે કે નથી મળતા ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, ખેડૂતો પોતે પ્રિમિયમ ભરે છે, પાક નિષ્ફળ ગયેલ છે છતાં પાક વિમો  મળતો કે સરકારે ખેડૂતો તથા ગ્રામ્ય પ્રજા માટે નથી કોઇ સિંચાઇ યોજના માટેની જાહેરાત કરી આ છે લોકોની મનોવેદના, તે બાબત બજેટમાં કયાંય સરકારે દેખાડેલ નથી.

તેમણે વધુમાં કહ્યું છે કે, દેશની ગ્રામ્ય અને નાના નગરની પ્રજાને આજે એઇમ્સ હોસ્પિટલની જાહેરાત સાંભળવી નથી પરંતુ અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓ તેમજ નગરોની  તેમની નજીકના દવાખાનામાં કે હોસ્પિટલમાં ડોકટરોની સુવિધા જોઇએ, સરકારી હોસ્પિટલમાં સામાન્ય માણસ જ્યારે બિમારી સબબ નિદાન માટે જાય છે ત્યારે તેમને અદ્યતન બિલ્ડીંગની જરૂરત નથી પણ આવી હોસ્પિટલોમાં તમામ પ્રકારના રોગના નિષ્ણાંત ડોકટરોની જરૂર છે. આ સરકારમાં હોસ્પિટલમાં માત્ર દશ ટકા ડોકટરોની જગ્યા ભરાયેલ હોય છે તેની સામે નેવું  ડોકટરોની જગ્યા ખાલી છે. જ્યારે ડોકટરોની પુરતી સુવિધા પણ આ હોસ્પિટલોમાં આ સરકાર પુરી પાડતી નથી ત્યારે આવી મોટી મોટી વાતો અને મોટી મોટી જાહેરાતોથી દેશની જનતાનું કશુ વળવાનું નથી.

Related posts

દુષ્કર્મ પીડિતાને સરકાર ઝડપી ન્યાય અપાવે: હાર્દિક પટેલ-જીજ્ઞેશ મેવાણી

Nawanagar Time

જામ્યુકોમાં હજૂ ગૂંજતા રિટાયર્ડ ચીફ ઓડિટરના કારનામાંઓ

Nawanagar Time

ધૂતારપરના ખેડૂતે ટેકાના ભાવે વેંચેલા ચણાં ચવાઈ ગયાં!

Nawanagar Time

Leave a Comment