Nawanagar Time
સ્પોર્ટસ

ક્રિકેટમાં 39 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો… આ રહ્યું તેનું કારણ..

bumrah-breaks-39-year-old-record-in-cricket-know-full-information-by-one-click

ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેલબર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે જોરદાર બોલિંગ કરીને 6 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને પહેલી ઈનિંગમાં 151 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. બુમરાહે 15.5 ઓવરની બોલિંગમાં 33 રન આપીને 6 વિકેટ લીધી છે. આ મેચમાં બુમરાહે શોન માર્શની વિકેટ લઈને 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આટલું જ નહીં બુમરાહ સિવાય ભારતે પણ પોતાનો 39 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

હકીકતમાં મેલબર્ન ટેસ્ટ દરમિયાન શોન માર્શની વિકેટ સાથે જ બુમરાહે ઈતિહાસ બનાવી દીધો હતો. બુમરાહ પહેલાં એવા ભારતીય બોલર બની ગયા છે જેમણે તેમના ડેબ્યૂ કેલેન્ડર વર્ષમાં (તેના ટેસ્ટ કેરિયરના પહેલાં જ વર્ષે) અત્યાર સુધી 45 વિકેટ લીધી છે.

બુમરાહે પૂર્વ ભારતીય બોલર દિલીપ દોશીનો 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ પહેલાં ભારત તરફથી ડેબ્યૂ કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ સ્પિનર દિલીપ દોશીના નામે હતો. તેણે 39 વર્ષ પહેલાં 1979માં 40 વિકેટ લીધી હતી.

આ બુમરાહનું ટેસ્ટ ક્રિકેટમાં પહેલું વર્ષ છે. 25 વર્ષના બુમરાહે આ વર્ષે 5 જાન્યુઆરીએ કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે મેલબર્ન ટેસ્ટ પહેલાં 8 ટેસ્ટ મેચમાં એવરેજ 23.66 રન આપીને 39 વિકેટ લીધી હતી.

  • ડેબ્યૂ કેલેન્ડર વર્ષ- સૌથી વધારે વિકેટ લેનાર બોલર

45 વિકેટ- જસપ્રીત બુમરાહ (2018)
40 વિકેટ- દિલીપ દોશી (1979)
37 વિકેટ- વ્યંકટેશ પ્રસાદ (1996)
36 વિકેટ- નરેન્દ્ર હિરવાની (1988)
35 વિકેટ- એસ. શ્રીસંત (2006)

આજે બુમરાહની સાથે ભારતીય ટીમે પણ તેમનો એક જૂનો રેકોર્ડ તોડી દીધો છે. આ વર્ષે ભારતના બોલર્સે ટેસ્ટ કિક્રેટમાં કુલ 255 વિકેટ લીધી છે. અને આ રીતે ભારતીય ટીમે પોતાનો પણ 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલાં ભારતીય બોલર્સે એક કેલેન્ડર વર્ષ 1979માં કુલ 249 વિકેટ લીધી હતી.

  • ભારતના બોલર્સે એક કેલેન્ડર વર્ષમાં ક્યારે કેટલી વિકેટ લીધી

255 વિકેટ- વર્ષ 2018- એવરેજ 24.83
249 વિકેટ- વર્ષ 1979- એવરેજ 31.77
241 વિકેટ- વર્ષ 2002- એવરેજ 33.20

Related posts

પૈસા, સમય બધુ જ વ્યર્થ ગયું: દુતિ ચંદ

Nawanagar Time

WorldCup 2019: ટીમ ઈન્ડિયા પોતાના આ હથિયારનો ઉપયોગ કરી દ.આફ્રિકાને ટક્કર આપશે

Nawanagar Time

વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ કરોડને અંબાઈ ગઈ,જાણો કેટલી હશે તેમની વેલ્યૂ…

Nawanagar Time

Leave a Comment