Nawanagar Time
જામનગર ગ્રામ્ય

હાલારમાં નવ ટકા ખેડૂતોની મગફળી ખરીદીઃ ફક્ત ૧૧ ટકાને નાણા ચૂકવાયા

magfali-1

ટેકાના ભાવથી મગફળી ખરીદી પછી તેનું પૈસા ચૂકવણું શરૃ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં હાલારના ૪ર૪ ખેડૂતોને રૃપિયા ૪૬૦ લાખ ૯પ હજારની રકમ ચૂકવાઈ છે. એટલે કે લગભગ ૧૧ ટકા ખેડૂતોને પૈસા ચૂકવાયા છે.

ગત્ તા. ૧પ.૧૧.ર૦૧૮ થી ટેકાના ભાવે મગફળી ખરીદીનો યાર્ડમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ સાથે જ મગફળી ખરીદીનો પ્રારંભ થયો હતો.

જામનગર જિલ્લાના માર્કેટ યાર્ડોમાં કુલ ર૦,૬૧પ ખેડૂતોએ મગફળી વેંચાણ માટે નોંધણી કરાવી હતી તેમાંથી ર૩૩૯ ખેડૂતો પાસેથી ૪૯,૮૬૧.૯૦ ક્વિન્ટલ મગફળી ખરીદવામાં આવી છે અને તેમને રૃપિયા ર૪૯૩.૧૦ લાખની રકમ ચૂકવવાની થાય છે, પરંતુ ગઈકાલ સુધીમાં રર૯ ખેડૂતોને જ રૃપિયા ર૪૭.૦૮ લાખની રકમ ચૂકવાઈ છે.

તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૮,પરર ખેડૂતોએ નોંધણી કરાવી હતી. તેમાંથી ૧૩૯૮ ખેડૂતો પાસેથી ૩૦,પ૧૬.૬પ ક્વિન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી છે. આ ખેડૂતોને ૧રપ૩.૮૩ લાખ ચૂકવવાના થાય છે તેમાંથી ૧૯પ ખેડૂતોને ર૧૩.૮૭ લાખની રકમ ચૂકવાઈ છે. આમ મગફળી ખરીદી પણ ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના પૈસાની ચૂકવણી પણ અત્યંત ધીમી ગતિની છે.

કારણ કે બન્ને જિલ્લામાં ૩૯,૧૩૭ ખેડૂતોમાંથી ફક્ત ૩૭૩૭ ખેડૂતો પાસેથી જ મગફળી ખરીદી થઈ છે. એટલે તેની ટકાવારી નવથી દસ ટકા વચ્ચેની રહી છે. તેવી જ રીતે ૩૭૩૭ ખેડૂતોમાંથી ફક્ત ૪ર૪ ખેડૂતોને જ નાણા ચૂકવાયા છે. એટલે કે તેની ટકાવારી ૧૧ ટકા આજુબાજુની છે.

Related posts

ખંભાળિયા નગરપાલિકાનું 2.18 કરોડની પુરાંતલક્ષી બજેટ મંજૂર

Nawanagar Time

ભાણવડમાં ભાઈ-બહેન પર લાકડીના ધોકા વડે હુમલો: યુવાન સામે ફરિયાદ

Nawanagar Time

કુદરતી આફતો સામે દ્વારકાને માત્ર 45 લાઈફ જેકેટનું રક્ષણ

Nawanagar Time

Leave a Comment