Nawanagar Time
હેલ્થ ટીપ્સ

રોજ બેથી વધુ ઈંડાં ખાવાથી મૃત્યુનુ જોખમ 18 ટકા વધી જાય છે

by-eating-more-than-two-eggs-the-risk-of-death-increases-by-18

આ રિપોર્ટ 30000 લોકો પર કરાયેલા 6 મોટા અભ્યાસ પર આધારિત છે

જર્નલ ઓફ ધ અમેરિકન મેડિકલ એસોસિએશનના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ભોજનમાં વધારે ઈંડાંનું સેવન એ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થાય છે. ઈંડાંમાં રહેલું કોલેસ્ટેરોલ ઘાતકી હોય છે. જો રોજિંદા ભોજનમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ 300 મિલીગ્રામથી વધી જાય તો હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ 17 ટકા અને નાની ઉંમરે મૃત્યુની આશંકા 18 ટકા જેટલી વધી જાય છે. આ રિપોર્ટ 30 હજાર લોકો પર કરાયેલાં 6 મોટાં રિસર્ચ પર આધારિત છે. એક ઈંડામાં 185 મિલીગ્રામ કોલેસ્ટેરોલ હોય છે.

યુનિવર્સિટી ઓફ કોલોરાડોના મેડિસિનના પ્રોફેસર ડૉ. રોબર્ટ એચ. એકલે આ અભ્યાસને અત્યાર સુધીના અભ્યાસમાં સૌથી મહત્ત્વનો ગણાવ્યો છે. નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીનાં એસોસિએટ પ્રોફેસર નોરિતા બી. એલન કહે છે કે ઇંડાં લાભદાયી છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ તેનું પ્રમાણ માર્યાદિત રાખવું ઘણું જરૂરી છે. ખાસ કરીને તેનો પીળો ભાગ એટલે કે જરદીથી બચવું જોઈએ.

Related posts

દરરોજ 20 ગ્રામ કરો ગોળનું સેવન, પછી થશે કઈક આવું….

Nawanagar Time

શિયાળામાં આ તેલ છે અમૃત સમાન ,જાણો આ તેલથી થતા ફાયદાઓ…

Nawanagar Time

બોટલના પાણીથી કેન્સર અને ROના પાણીથી હાડકાં-આંતરડાંના રોગ થાય છે

Nawanagar Time

Leave a Comment