Nawanagar Time
ગુજરાત જામનગર

રાજપૂત સમાજ દ્વારા રાજ્યમંત્રી હકુભા જાડેજાનું સન્માન

by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja

જામનગર:-જામનગરના દિગ્ગજ નેતા અને લોકલાડીલા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાને રાજ્ય સરકાર દ્વારા મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્ય સરકારના મંત્રી મંડળમાં હકુભાને સ્થાન મળ્યું છે. પરિણામે સમગ્ર જામનગર જિલ્લામાં ઉત્સાહનો માહોલ હોવાથી હકુભા ઉપર ઠેર ઠેરથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છે ત્યારે તાજેતરમાં જામનગર જિલ્લાના રાજપૂત સમાજે હકુભા જાડેજાનું અદકેરૂ સન્માન કર્યું હતું.

જામનગર જિલ્લાના રાજપૂત સમાજ દ્વારા જામનગરના ગાંધીનગર રોડ ખાતે સર્વમંગલ પાર્ટી પ્લોટમાં હકુભા જાડેજાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં અઘ્યક્ષસ્થાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. હકુભા જાડેજાના આ સન્માન સમારોહમાં રાજપૂત સમાજના દરેક ક્ષેત્રના અગ્રણીઓ ખાસ હાજર રહ્યાં હતાં. હકુભા જાડેજાએ રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે વિવિધ પ્રશ્ર્ન મુદ્ે ગોષ્ઠિ કરી હતી. આ સન્માન સમારોહમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, હકુભા જાડેજા, કિરીટસિંહ રાણા, નવલસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, ડી.કે. જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, પી.એસ. જાડેજા, રિવાબા જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, દિલીપસિંહ ચુડાસમા, સરદારસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, પી.ડી. રાયજાદા, મેરૂભા જાડેજા, સી.આર. જાડેજા, ગવુભા ડાડા સહિતના રાજપૂત સમાજના ભાઇઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja
by-rajput-samajs-honor-of-the-state-minister-hakubha-jadeja

Related posts

બોલો લ્યો… નર્મદાની નહેર ઉંદર અને નોળિયા તોડી નાખે છે!

Nawanagar Time

ભાજપ હારે છે, જનતા જીતે છે: જામનગર લોકસભા બેઠકમાં નવું સૂત્ર

Nawanagar Time

મુખ્યમંત્રી કિશાન સહાય યોજના મામલે સરકાર પાણીમાં બેસી ગઇ

Nawanagar Time

Leave a Comment