Nawanagar Time
નેશનલ

મધરાત્રિએ ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લેતાં પ્રમોદ સાવંત

by-taking-oath-as-the-chief-minister-of-madhya-pradesh-pramod-sawant-said

સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંને ડેપ્યુટી સીએમ બન્યા

પણજી:-ગોવાના નવા મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે રાજ ભવન ખાતે શપથ લીધા છે. તેમની સાથે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના સુદિન ધાવલિકર  ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજાઈ સરદેસાઇ સહિતના નેતાઓએ પણ રાજ ભવનમાં કેબિનેટ મંત્રીઓ તરીકે શપથ લીધા છે. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈ બંનેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

આ પહેલા મનોહર પર્રિકરના અંતિમ સંસ્કારના એક કલાકની અંદર જ ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં રાજ્યના આગામી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના નામ  મહોર મારવામાં આવી હતી. બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી હાજર રહ્યા હતા.

સાવંત ઉત્તરી ગોવા સ્થિત સેનક્કવિલમ વિધાનસભા સીટના ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે આયુર્વેદ ચિકિત્સક છે. સાવંતની ગણતરી પર્રિકરના નજીકના લોકોમાં થાય છે. પ્રમોદ સાવંત કરોડોની સંપત્તિના માલિક છે. તેમની પાસે 3.66 કરોડની સંપત્તિ  જો કે સાદગીના મામલે સાવંત, પર્રિકરથી અલગ છે. પર્રિકરની પાસે એક ઈનોવા કાર હતી અને એક સ્કૂટર હતું, જ્યારે સાવંતની પાસે 5 કાર છે.

40 સભ્યવાળી ગોવા વિધાનસભામાં હાલ 36 ધારાસભ્યો છે. ભાજપ ધારાસભ્ય ફ્રાંસિસ ડિસોઝાનું ગત મહિને નિધન થયું હતું, જ્યારે કોંગ્રેસના 2 ધારાસભ્યોએ ગત વર્ષે રાજીનામાં આપ્યાં

Related posts

છત્તીસગઢ ચૂંટણી પરિણામ: કૉંગ્રેસ 50 બેઠકો પર આગળ, ભાજપ 19 બેઠકો પર આગળ

Nawanagar Time

અંતે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ નિહાળી લેતું ચૂંટણી પંચ

Nawanagar Time

૫૬ની છાતીનો બદલો,પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ જૈસના બે આંતકી ઠાર

Nawanagar Time

Leave a Comment