Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

ઉરી ફિલ્મ દ્વારા વિકી કૌશલે ખાન ત્રિપુટીને પછાડી

by-uri-film-vicky-kaushal-defeated-the-trio

વિકી કૌશલની ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ ચોથા અઠવાડિયામાં પણ ચાલી રહી છે, પરંતુ દર્શકોનો જોશ હજુ પણ હાઈ છે, જેને કારણે ‘ઉરી’ 200 કરોડના ટાર્ગેટથી માત્ર 11 કરોડ રૂપિયા દૂર છ.11 જાન્યુઆરીએ રીલિઝ થયેલી ‘ઉરી’ શુક્રવાર (1 ફેબ્રુઆરી)એ 3.44 કરોડ રૂપિયા સાથે ચોથા અઠવાડિયામાં પહોંચી ગઈ. શનિવારે 6.61 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું અને રવિવારે 8.86 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. માત્ર ચોથા અઠવાડિયામાં જ ‘ઉરી’એ 18.91 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

‘ઉરી’ના 200 કરોડ રૂપિયાના કલેક્શનની સાથે જ વિકી કૌશલ આ ક્લબમાં પહોંચનારો સૌથી યંગ એક્ટર બની જશે. વિકી હજુ 30 વર્ષનો જ છે. જો ઉંમર પ્રમાણે વાત કરીએ તો 200 કરોડ રૂપિયાના ક્લબમાં પહોંચનારા એક્ટર્સનું લિસ્ટ કંઈક આ પ્રમાણે છે.

રણવીર સિંહ ફિલ્મ ‘પદ્માવત’ દ્વારા 2018માં 200 અને 300 કરોડના ક્લબમાં પહોંચ્યો. ત્યારે રણવીરની ઉંમર 32 વર્ષ હતી. આ ક્લબમાં પહોંચનારો રણવીર સૌથી નાની ઉંમરનો એક્ટર છે, જે એક રેકોર્ડ છે. રણબીર કપૂર 2018માં ‘સંજૂ’ ફિલ્મ સાથે 200 અને 300 કરોડના ક્લબમાં પહોંચ્યો હતો. ત્યારે રણબીરની ઉંમર 35 વર્ષ હતી. ત્યારબાદ રિતિક રોશન 39 વર્ષની ઉંમરે ‘ક્રિશ’ ફિલ્મ દ્વારા 200 કરોડના ક્લબમાં પહોંચ્યો હતો.

200 કરોડ ક્લબની શરૂઆત આમિર ખાને 2009માં ‘3 ઈડિયટ્સ’થી કરી હતી, ત્યારે તેની ઉંમર 43 વર્ષ હતી. ત્યારબાદ, શાહરૂખ, સલમાન, અજય બધા જ આ ક્લબમાં એન્ટ્રી મારી ચૂક્યા છે, પરંતુ તે તમામની ઉંમર ત્યારે 40 વર્ષની ઉપર હતી.

Related posts

યામી ગૌતમે આ વાત કરી કર્યો મોટો ખુલાસો અને કહ્યું કે…

Nawanagar Time

‘પાતાલ લોક’ વિરુદ્ધ વધુ એક ફરિયાદ

Nawanagar Time

રેપિસ્ટોને મોઢા પર થપ્પડ મારતી શોર્ટ ફિલ્મ ‘ધ કલેશ’ રિલીઝ

Nawanagar Time

Leave a Comment