Nawanagar Time
ટેક્નોલૉજી

ટૂંક સમયમાં યૂઝર્સ ફ્લાઇટમાં કોલિંગ અને ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકાશે

calling-in-the-user-flight-and-surfing-the-internet-will-soon-be-possible

હવાઇ મુસાફરી દરમિયાન દરેક યૂઝર્સે પોતાના ફોન ફ્લાઇટ મોડ પર રાખવો પડે છે. જેના કારણે તે કોઇ અન્ય કોઇ વ્યક્તિ સાથે ફોન પર વાત થઇ શક્તી નથી. તથા ઇન્ટરનેટનો યૂઝ પણ કરી શકાતો નથી. પરંતુ આવનારા દિવસોમાં હવાઇ મુસાફરીમાં પણ યૂઝર્સ કોલિંગ અને ઇન્ટરનેટ સર્ફિંગ કરી શકશે. તાજેતરમાં જ ટેલીકોમ રેગુલેટકીએ મુસાફરો માટે ઇન ફ્લાઇટ ક્નેક્ટિવિટી (IFC)આપવા માટે બીએસએનએલ સહિત અન્ય ત્રણ ટેલિકોમ કંપનીઓના લાઇસન્સ જાહેર કર્યા છે.

  • ઇન ફ્લાઇટ ક્નેક્ટિવિટીની સુવિધા એપ્રિલ મહિનાથી લાગુ થવાની શક્યતા
  • IFC આપવા માટે બીએસએનએલ સહિત અન્ય ત્રણ ટેલિકોમ કંપનીઓના લાઇસન્સ આપવામાં આવ્યા
  • 3000 ફૂટ ઊંચાઇએ પહોંચ્યા બાદ આ સુવિધા લાગુ થશે

 

વાઇ-ફાઇની સુવિધા પણ મળશે

  1. ટેલિકોમ સેક્રેટરી અરુણા સોંદરરાજને જણાવ્યું કે, આ ફ્લાઇટ ક્નેક્ટિવિટી દ્વારા યાત્રી ઉડાન દરમિયાન કોલિંગ કરી શકશે. તે સાથે જ ઇન્ટરનેટ સર્ફિંગની પણ લાભ લઇ શકશે. આ ઉપરાંત વાઇ-ફાઇની સુવિધા પણ મળશે. જે આગળ વધતા એવિએશન ઇન્ડસ્ટ્રીમાં એરલાઇન્સ કંપનીઓ માટે આવકનો સ્ત્રોત બનશે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, કેન્દ્ર સરકારે આ વિશે નોટિફિકેશન પણ જાહેર કરશે. ઇન ફ્લાઇટ ક્નેક્ટિવિટીની સુવિધા એપ્રિલ મહિનાથી લાગુ થવાની શક્યતા છે.

ત્રણ ટેલિકોમ કંપનીઓ સામેલ

  1. ઇન ફ્લાઇટ ક્નેક્ટિવિટી માટે Hughes કમ્યુનિકેશન, ટાટા ટેલનેટ અને બીએસએનએલ જેવી મોટી ત્રણ કંપનીઓનો લાયસન્સ આપવામાં આવ્યો છે. હવે આ ત્રણ કંપનીઓને ઘરેલુ ઓપરેટર્સ અને અંતરિક્ષ વિભાગની સાથે કરાર કરીને આ નવી સુવિધાની શરૂઆત કરવી પડશે.

શરૂઆતમાં રૂ.500થી રૂ.700 ચુકવવા પડશે

  1. શરૂઆતના સમયમાં સ્પાઇસજેટ અને ઇન્ડિગોના યાત્રીઓ માટે ઇન ફ્લાઇટ ક્નેક્ટિવિટીની સુવિધા શરૂ કરવાનો વિચાર દર્શાવાયો છે. જો કે આ સુવિધાના લાભ લેવા માટે ગ્રાહકોએ ટિકિટની સાથે ક્નેક્ટિવિટીનું પેકેજ મળશે. જેના માટે ગ્રાહકોએ રૂ.500થી રૂ.700 ચુકવવા પડશે.
  2. એર એશિયા, એર ફ્રાન્સ, બ્રિટિશ ઇયરવેન્જ, મલેશિયા એરલાઇન્સ, કતર એરવાવેન્જ, વર્જિન એટલાન્ટિક સહિત 30 એરલાઇન્સમાં આ સુવિધા ઉપલબ્ધ છે.
  3. ઇન ફ્લાઇટ ક્નેક્ટિવિટી સેવામાં અત્યારે ગ્રાહકોને ઇન્ટરનેટ સર્ફિંગની સુવિધા મળી રહેશે. કોલિંગની સુવિધા માટે હજી થોડો સમય લાગશે. સુરક્ષાનું ધ્યાન રાખતા દૂરસંચાર આયોગે નક્કી કર્યું છે કે આ સુવિધા વિમાનની સાથે સમુદ્ર અને જમીનથી 3000 મીટરની ઉંચાઇ પર પહોંચ્યા બાદ લાગુ કરવામાં આવશે. ટેકઓફ બાદ ઉંચાઇએ પહોંચ્યા બાદ ફક્ત 4થી 5 મિનિટનો સમય લાગશે.

Related posts

PUBGએ ચીટિંગ કરનારા પ્લેયર્સ પર રમવા માટે મૂક્યો પ્રતિબંધ…

Nawanagar Time

ઇ-વેસ્ટ: આજનો પજવતો પ્રોબ્લેમ

Nawanagar Time

કોરોના આવશે કાબૂમાં? રૉબૉટ કરશે અસાધ્ય બિમારીઓનો ઈલાજ

Nawanagar Time

Leave a Comment