Nawanagar Time
ગુજરાત જામનગર

હાર્દિક ચૂંટણી લડી શકે કે કેમ? કાનૂની ગૂંચ

can-hardik-contest-the-election-legal-tangle

વિસનગર કોર્ટે ફટકારેલી સજા પર સ્ટે માંગતી અરજીની સુનાવણી ટળી

જામનગર:-લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ગયું છે. ગુજરાતમાં રાજકીય પક્ષો તડામાર તૈયાર કરી રહ્યા છે ત્યારે હાલ રાજ્યના રાજકારણમાં સૌથી મહત્વના આગેવાન  હાર્દિક પટેલ ચુંટણી લડી શકશે કે કેમ? તે મામલો પેચીદો બની ગયો છે. હાર્દિક પટેલને વિસનગર કોર્ટે સજા સંભળાવી હતી. હવે આ સજા મામલે સ્ટે નહીં મળે તો ચુંટણી લડવા સામે સમસ્યા ઉભી થઇ શકે છે.

વિગતો મુજબ વીસનગર કોર્ટે ઘણા સમય પહેલા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને  સંભળાવી હતી. હાલ હાર્દિક પટેલ ચુંટણી લડવાના મુડમાં જણાઇ રહ્યા છે ત્યારે જો વીસનગર કોર્ટે સંભળાવેલી સજા અંગે સ્ટે નહીં મળે તો તેમને ચુંટણી લડવા મામલે સમસ્યા સર્જાશે. હાલ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ આર.પી. ધોલરીયાએ આ કેસ સાંભળવાનો ઇન્કાર કર્યો છે. સજા પર સ્ટે માંગતી અરજીની સુનાવણી ટળી છે પરીણામે  ગુચવાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચુંટણીનો કાર્યક્રમ જાહેર થઇ ચુકયો છે. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોએ ચુંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ પણ ચુંટણી લડવા તૈયાર છે ચર્ચા ચાલી રહી છે. પરંતુ જો હાર્દિક પટેલ ચુંટણી લડવા ઇચ્છે તો પણ વિસનગર અદાલતે  ચુકાદો તેમની માટે સમસ્યા સર્જી શકે છે.

Related posts

દસમા માળ સુધી આગ લાગે તો પણ કંટ્રોલ કરી શકાશે, આ ફાયરસ્ટાફ છે તૈયાર

Nawanagar Time

દરેડ ગામની પરિણીતાનો ગળાફાંસા દ્વારા આપઘાત

Nawanagar Time

જામનગરમાં કચરા ગાડી ડિવાઈડર ઉપર ચડી ગઈ!

Nawanagar Time

Leave a Comment