Nawanagar Time
હેલ્થ ટીપ્સ

રાતે કેળા ખાવા જોઈએ કે નહીં? શું કહે છે આયુર્વેદ અને ન્યૂટ્રિશનિસ્ટ?

can-not-eat-bananas-at-night-what-is-ayurveda-and-nutritionist

સામાન્ય રીતે રાતે ફળો ખાવાનું અવોઈડ કરવું જોઈએ એવું કહેવાય છે. ખાસ કરીને રાતે કેળું તો બિલ્કુલ ન ખાવું જોઈએ એવું માનવામાં આવે છે અને ઘણાં લોકો આ નિયમને હકીકત જાણ્યા વિના પાલન પણ કરે છે. પણ શું તમે જાણો છો કે ગુણોથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ કેળા રાતે ખાવાની કેમ મનાઈ કરવામાં આવે છે. પૌષ્ટિક ફળોમાંથી એક ન્યૂટ્રિઅન્ટ્સ અને મિનરલથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી એનર્જી મળે છે. આ સિવાય કેળામાં આયર્ન હોય છે જેના બોડીમાં હીમોગ્લોબિન વધે છે અને એનિમિયા સામે રક્ષણ મળે છે. સાથે જ તેમાં ટ્રાઈપ્ટોફેન, વિટામિન બી6 અને વિટામિન બી પણ હોય છે. પણ તેને રાતે ખાવું યોગ્ય માનવામાં નથી આવતું. તો આજે અમે તમને જણાવીશું કે રાતે કેળા ખાઈ શકાય કે નહીં.

શું કહે છે આયુર્વેદ

આયુર્વેદ અનુસાર રાતે કેળા ખાવા યોગ્ય નથી, જેથી કોઈએ પણ રાતે કેળા ન ખાવા જોઈએ. કારણ કે તે બોડીમાં કોલ્ડ અને કફને વધારે છે. આ સિવાય તે પચવામાં પણ ભારે હોય છે અને રાતે તેને ખાવાથી આળસ અનુભવાય છે.

શું કહે છે ન્યૂટ્રિશનિસ્ટ

ડાયટિશિયન સિમરન સેની અનુસાર, કેળું ખૂબ હેલ્ધી અને એનર્જી આપનાર ફળ છે અને એવા લોકો જેમને કફ દોષ હોય, શરદીની સમસ્યા હોય તેમણે રાતે તેને ખાવાથી બચવું જોઈએ. જે લોકોને સાયનસ અને અસ્થમાનો પ્રોબ્લેમ હોય તેમણે રાતે કેળું ખાવાનું અવોઈડ કરવું જોઈએ. જોકે સાંજે જિમ ગયા પછી કેળું ખાવું ફાયદાકારક છે.

એસિડ કંટ્રોલ કરે છે

એક રિસર્ચ અનુસાર, જે લોકો મસાલેદાર અને સ્ટ્રીટ ફૂડ્સ વધુ ખાય છે એવા લોકો માટે કેળું લાભકારી છે. રાતે 1 કેળું ખાવાથી હાર્ટ બર્ન અને પેટમાં અલ્સરની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.

સારી ઊંઘ માટે ફાયદાકારક

પોટેશિયમથી ભરપૂર કેળા મસલ્સ પેઈનમાં આરામ આપે છે. સાંજે 1-2 કેળા ખાવાથી તમારું શરીર સૂવા માટે તૈયાર થાય છેય ન્યૂટ્રિશનિસ્ટ શશાંક મુજબ, 1 કેળામાં લગભગ 487 મિગ્રા પોટેશિયમ હોય છે. આ બોડીને જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સની 10 ટકા જેટલી જરૂરિયાત પૂર્ણ કરવામાં મદદ કરે છે.

સ્થૂળતા વધતા રોકે છે

1 કેળામાં માત્ર 105 કેલરી હોય છે. જેથી જો તમે વજન ઉતારવાની ડાયટ પર હોવ અને રાતે 500 કેલરી લેવાની હોય તો 2 કેળા અને 1 કપ સ્કિમ્ડ મિલ્કનો વિકલ્પ પસંદ કરી શકો છો.

ગળ્યું ખાવાની ઈચ્છાને શાંત કરે છે

જો તમને રાતે મોડાં કંઈક ગળ્યું ખાવાની ક્રેવિંગ થતી હોય તો તમે કેળા ખાઈ શકો છો. કેળા ગળ્યા હોવાથી ક્રેવિંગ દૂર થાય છે અને સાથે જ તેમાં રહેલાં વિટામિન અને ફાયબરથી બોડીને ફાયદા પણ મળે છે.

પીરિયડ્સમાં વધુ રક્તસ્ત્રાવથી થાક, તણાવ, અનિંદ્રા, વાળ ઉતરવા તથા હિમોગ્લોબીનની કમી જેવી સમસ્યા થાય છે, બેદરકારી ન કરતાં

Related posts

અણગમતા જીવ-જંતુને આપના ઘરમાંથી કેવી રીતે દૂર કરશો?

Nawanagar Time

જાણો, ગભરામણના કારણે વધતા હૃદયના ધબકારાને કેવી રીતે તરત કાબુમાં લાવશો???

Nawanagar Time

કામના ભારણના કારણે મહિલાઓ કરતા પુરુષો ડિપ્રેશનનો વધુ ભોગ બને છે

Nawanagar Time

Leave a Comment