Nawanagar Time
ગુજરાત જામનગર

જન્મ દિવસે પુત્રીનો કબજો મેળવવા પિતાની અરજી રદ કરતી ફેમેલી કોર્ટ

cancellation-father-seeking-custody-of-the-daughter-born-while-the-family-court

જામનગર:-જામનગરમાં રહેતા વિનયકુમાર ત્રિવેદીના લગ્ન પૂર્વીબેન માલદે સાથે થયા હતા, લગ્નજીવન દરમિયાન પુત્રી રોશનીનો જન્મ થયેલ હોય, પતી-પત્ની વચ્ચે જામનગરની ફેમેલી કોર્ટમાં છુટાછેડા અરજી કરવામાં આવતા પુત્રી રોશનીને પિતા મહિનામાં ત્રણ દિવસ મળી શકશે, આ નિયમોનું રોશનીના માતાએ પાલન ન કરેલ તેમજ તા. 18/1/19 ના રોજ રોશનીનો જન્મદિન હોય તેમ છતાં પત્ની પુર્વીબેન દ્વારા પતિ વિનયકુમારને પુત્રી સાથે મલવા દેવામાં ન આવતાં પતિએ પુત્રીનો કબજો મેળવવા ફેમેલી કોર્ટમાં અરજી કરેલ હોય જે સામે પુર્વીબેને રજુઆત કરેલ કે 9 વર્ષમાં રોશનીને મળવા તેમના પિતા કયારેય પણ આવેલ ન હોય રોશની તેના પિતાને ઓળખાતી પણ ન હોય જે દલીલો ફેમેલી કોર્ટના જજ એમ. એન. મનસુરીએ માન્ય રાખતા પતિ દ્વારા પુત્રીનો કબજો મેળવવાની કરાયેલ અરજી રદ કરી છે. આ કેસમાં સામાવાળા પુર્વીબેનના વકીલ તરીકે કે.પી. વેગડ ભાનુબેન પી. સોમૈયા રોકાયા હતાં.

Related posts

કોરોનાકાળમાં લાપરવાહ ઈસમો વિરૂદ્ધ પોલીસની લાલ આંખ

Nawanagar Time

દ્વારકામાં પાન-મસાલાની જથ્થાબંધ દુકાનો બંધ રહેવા પ્રશ્ર્ને તંત્ર જાગ્યું

Nawanagar Time

જામનગરમાં મિલ્કત વેરો ભરવામાં લાપરવાહ વધુ 19 આસામીઓની મિલ્કત સીલ કરાઈ

Nawanagar Time

Leave a Comment