Nawanagar Time
ગુજરાત જામનગર

કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે જામનગરના ઉમેદવાર: માંડવિયા

candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board

જામનગર લોકસભા બેઠક તથા જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના ઉમેદવારની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

જામનગર:-આગામી ર3, એપ્રિલના રોજ યોજાનારી જામનગર લોકસભા ચૂંટણી તેમજ વિધાનસભાની બેઠક માટે આજે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપના નિરીક્ષકોએ કાર્યકરોને સાંભળ્યા હતાં. જામનગર લોકસભા બેઠક માટે પૂનમબેન પ્રબળ દાવેદાર છે ત્યારે આર.સી. ફળદુ પણ મેદાનમાં ઉતરે તેવી શક્યતા જોવાઈ રહી છે તો વિધાનસભા બેઠક માટે રાઘવજીભાઈ પટેલ અને વિનોદ ભંડેરીના નામ ચર્ચામાં હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આજે જામનગર સેન્સ પ્રક્રિયા માટે આવેલી ટીમે કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરે તે જામનગરના ઉમેદવાર બનશે તેવું સ્પષ્ટ કર્યું હતું.

લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસની ચૂંટણી લગતી ગતીવિધિ તેજ બની છે, ત્યારે આજે જામનગર લોકસભા બેઠક તેમજ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાજપના ત્રણ નિરીક્ષકો મનસુખ માંડવીયા, રમણલાલ વોરા અને નિમાબેન આચાર્ય આજે સવારથી જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો અને આગેવાનોને સાંભળી લોકસભા અને વિધાનસભા બેઠકના ઉમેદવારો માટે સેન્સ લીધી હતી.

candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board
candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board
candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board
candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board

સેન્સ પ્રક્રિયા અંગે ભાજપના નિરીક્ષક મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, આજે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક અને લોકસભા બેઠક માટે સેન્સ લેવાઈ છે, જે અંગેનો રિપોર્ટ પ્રદેશને મોકલાશે અને આ રિપોર્ટ પ્રદેશ કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડને મોકલશે. જે આગામી દિવસોમાં બન્ને બેઠકો માટે ઉમેદવારો નક્કી કરશે.

આગામી લોકસભા ચૂંટણી કયા મુદ્દા ઉપર લડાશે? તે અંગે મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ લોકસભા ચૂંટણી લડવામાં આવનાર છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્રભાઈની સરકારે ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે કરેલાં કામો, ખેડૂતો માટે શરૂ કરેલી વિવિધ યોજનાઓ, આરોગ્યલક્ષી સેવાઓ સહિતના મુદ્દા ચૂંટણીમાં મુખ્ય બની રહેશે.

candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board
candidate-of-jamnagar-mandviya-who-decides-the-central-parliamentary-board

આજની સેન્સ પ્રક્રિયામાં જામનગર શહેર તથા જિલ્લાના ભાજપના હોદ્દેદારો, સંગઠ્ઠનો, આગેવાનો, સિનિયરો સહિતનાઓની સેન્સ લેવામાં આવી હતી.

Related posts

આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી બંધ

Nawanagar Time

જામનગરના ખોડિયાર કોલોની સાત નાલા માર્ગ બેહાલ

Nawanagar Time

સુરક્ષાના સાધનો વગર શિક્ષકોને કોરોનામાં ફરજ સોપાતા જવાબદારી કોની?

Nawanagar Time

Leave a Comment