Nawanagar Time
નેશનલ

ઉમેદવારોએ આખા કુટુંબની મિલકતો દર્શાવવી પડશે

candidates-have-to-show-the-entire-familys-properties

મુંબઈ:-લોકસભાની ચૂંટણી લડનારા ઉમેદવારોને હવે પોતાની મિલકતની માહિતી સાથે તેમના પરિવારના સભ્યોના નામે જે મિલકત હોય તેની માહિતી પણ સોગંદનામામાં ચૂંટણી પંચને રજૂ કરવી પડશે. તેને કારણે હવે પોતાની જાતને ગરીબ ગણાવનાર અનેક ઉમેદવાર શ્રીમંતની હરોળમાં આવી જાય તો નવાઇ નહીં. કેન્દ્રીય  પંચે આ વખતે ઉમેદવારી અરજીમાં ફેરફાર કર્યો છે. તે અનુસાર હવે ઉમેદવારે પોતાની મિલકતની માહિતી આપવાની સાથે જ પરિવારના સભ્યોના નામ પર રહેલી મિલકતની માહિતી આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી ચૂંટણી પંચ પાસેથી માત્ર ઉમેદવારની મિલકતની માહિતી જ લેવામાં આવતી હતી. આ માહિતી ચૂંટણી પંચની વેબસાઇટ પર  કરવામાં આવે છે. તેના પરથી ઉમેદવાર ગરીબ છે કે શ્રીમંત તેની માહિતી મતદારોને મળે છે. સાથે જ ગઇ ચૂંટણીમાં ઉમેદવાર પાસે રહેલી મિલકત અને પાંચ વર્ષ બાદ તેમાં થયેલા વધારા અંગેની પણ માહિતી આપવામાં આવે છે. જોકે, અનેક વાર ઉમેદવાર પોતાના નામે મિલકત દેખાડવાના બદલે પરિવારના નામે મિલકતની નોંધણી  હોય છે, તેથી ઉમેદવારની સાચી આર્થિક સ્થિતિની માહિતી મતદારો સુધી પહોંચતી નથી.

Related posts

પ્રજા ગઈ…. પેટ્રોલ-ડીઝલની એકસાઈઝમાં રૂા.ત્રણનો વધારો

Nawanagar Time

ગરીબ સવર્ણ ઉમેદવારોને નોકરીમાં મળશે વય છૂટછાટ

Nawanagar Time

ઓહો….આ ગરીબના ઘરે આવ્યું રૂ.128 કરોડનું વીજબિલ

Nawanagar Time

Leave a Comment