Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર ગ્રામ્ય લડવા કોંગ્રેસમાં ઉમેદવારોનો રાફડો

candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest

લોકસભામાં હાર્દિક સામે કોઈ નહીં: વિધાનસભા લડવા એક, બે નહીં 36 ઉમેદવાર મેદાને આવતાં નિરીક્ષકો ગોથે ચડ્યાં

જામનગર:-જામનગર લોકસભા બેઠક 77-જામનગર ગ્રામ્યની ખાલી પડેલી વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ દ્વારા ગઈકાલે સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા દાવેદારોનો રિતસર રાફડો ફાટતા  લેવા આવેલા કોંગ્રેસના નિરીક્ષકો અચંબિત બન્યા હતાં. નિરીક્ષકો સમક્ષ 36 દાવેદારોએ દાવેદારી નોંધાવતાં નિરીક્ષકો પણ ગોથે ચડ્યાં છે.

આગામી તા.ર3 ના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીની સાથે-સાથે કોંગી ધારાસભ્ય વલ્લભભાઇ ધારવિયારએ કોંગ્રેસ છોડી ભાજપમાં ભળતા 77-જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક ખાલી પડતાં વિધાનસભા પેટા ચૂંટણી પણ આગામી 23 મી એપ્રિલના  ચૂંટણી સાથે જાહેર થઇ છે. ત્યારે જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની સેન્સ લેવા કોંગી નિરીક્ષકો ડો.ચંદ્રિકાબેન ચુડાસમા,જસવંતસિંહ ભટ્ટી, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા ગઈકાલે જામનગર આવ્યા હતાં.

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ત્રણ નિરીક્ષકો અને જિલ્લા કોંગી પ્રમુખ જે.ટી.પટેલની હાજરીમાં સેન્સ લેવામાં આવી હતી.સેન્સની કાર્યવાહી દરમ્યાન 77-જામનગર ગ્રામ્યની બેઠક માટે કોંગીમાંથી જે.ટી.પટેલ, જીવણભાઇ  જેન્તીભાઇ સભાયા, ગીરીશભાઇ અમેથિયા, કાસમભાઇ ખફી, વશરામભાઇ રાઠોડ,અરવિંદભાઇ ગજેરા, યુસુફભાઇ ખફી સહીત 36 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. આથી કોંગી નિરીક્ષકો પણ ચોંકી ઉઠયા હતાં.

candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest
candidates-of-congress-in-jamnagar-rural-fight-to-contest

બીજી તરફ જામનગર લોકસભા બેઠક માટે કોંગ્રેસમાંથી હાર્દિક પટેલ ચૂંટણી લડે તો કોંગ્રેસમાંથી સ્થાનિક કોઇ ઉમેદવાર દાવેદાર ન હોવાનું કોંગી આગેવાનોએ જણાવ્યું હતું, પરંતુ જો  ચૂંટણી ન લડે તો કોંગીમાંથી જે.ટી.પટેલ, હેમતભાઇ ખવા,ભીખુભાઇ વારોતરિયા અને મુળુભાઇ કંડોરિયા મેદાનમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જામનગર ગ્રામ્યના કોંગી દાવેદારો

 • ગિરિશભાઇ રાઘવજીભાઇ અમેથિયા
 • જેન્તિભાઇ નાનજીભાઇ સભાયા
 • અરવિંદભાઇ અરજણભાઇ ગજેરા
 • વશરામભાઇ એન. રાઠોડ
 • જે.ટી. પટેલ
 • લલિતભાઇ કે. ભાલોડી
 • દિલીપસિંહ એમ. જેઠવા
 • શ્રીમતી ગિતાબેન ગઢિયા
 • જીવણભાઇ કુંભારવડિયા
 • ભૂપતભાઇ ધમસાણિયા
 • પૂજાબેન નકુમ
 • અફઝલ ઇબ્રાહીમ ખીરા
 • યુુસુફભાઇ ખફી
 • અમિનભાઇ ઝનર
 • પાર્થ મોતિભાઇ પટેલ
 • અબજલ ઇબ્રાહીમભાઇ ખીરા
 • મેઘનાબેન ડી. પટેલ રાણપરિયા
 • રીવાબા જાડેજા
 • વિરેન્દ્રસિંહ ટેમભા જાડેજા (દિગુભા)
 • કાંતિલાલી ગઢિયા
 • કાસમભાઇ ખફી
 • નયનાબેન પી. માધાણી
 • હઠીસિંહ ગોવુભા
 • ઉપેન્દ્રસિંહ જાડેજા
 • યાસિનભાઇ ગજ્જર
 • જુસબ સિદિક કુંગડ
 • રાજેશભાઇ પટેલ

Related posts

જામનગરમાં 48 કલાકમાં કોરોનાએ બેનો ભોગ લીધો

Nawanagar Time

ખંભાળિયામાં જુગાર રમતા ચાર ઝડપાયા: એક ફરાર

Nawanagar Time

પાણી સમિતીની બેઠકમાં માત્ર આંકડાકીય લેવડ-દેવડ

Nawanagar Time

Leave a Comment