Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર લોકસભા-વિધાનસભા ચૂંટણી જંગમાં ઉમેદવારોનો રાફડો

candidates-of-jamnagar-lok-sabha-vidhan-sabha-elections

12-જામનગર લોકસભા બેઠક પર 54 ફોર્મ ભરાયા: વિધાનસભામાં 34 ઉમેદવારીપત્રો ભરાયા

જામનગર:-આગામી ર3, એપ્રિલે યોજાનાર જામનગર લોકસભા અને જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણી જંગમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. 1ર-જામનગર લોકસભા બેઠક પર પ1 ઉમેદવારોએ ઉમેદવારી  ભર્યા છે, જયારે જામનગર (ગ્રામ્ય) બેઠક માટે કુલ 34 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જો કે, ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી અંગે 12-લોકસભા અન્વયે જામનગર જિલ્લાની બેઠક માટે તા.23 એપ્રિલ 2019ના રોજ મતદાન યોજાનાર છે ત્યારે 04 એપ્રિલ 2019ના રોજ ઉમેદવારી  અંતિમ દિવસે અપક્ષ ઉમેદવારો પોપટપુત્રા રફિક અબુબકરભાઈ, દોંગા જયંતીલાલ અરજણભાઈ, નારીયા પ્રવિણભાઈ વલ્લભભાઈ, જામી જાહીદભાઈ આવદભાઈ, ભંડેરી અમરીશભાઈ છગનભાઈ, મકરાણી એજાઝઅહમદ બસીરભાઈ, રસિક લાલજી નકુમ, ભારખાની કારાભાઈ જીવાભાઈ, મૃદુલ અશ્વિનકુમાર બક્ષી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી કંડોરિયા મુળુભાઈ રણમલભાઈ, કંડોરિયા ભાવેશ અરશીભાઈએ ફોર્મ ભર્યા હતા. જે મુજબ 04 એપ્રિલ 2019ના રોજ  ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ કુલ 25 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી આમ કુલ 51 ઉમેદવારોએ આજ સુધીમાં 12- જામનગર લોકસભા બેઠક માટે ફોર્મ ભર્યા છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જામનગરની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

હળવા વાહનોની કેટગરીના લાયસન્સમાં હવે માત્ર એલએમવીનો ઉલ્લેખ થશે

Nawanagar Time

જામજોધપુરના રબારીકામાં ખેતમજુરનો આપઘાત

Nawanagar Time

વકીલોની સુરક્ષા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવો : જામનગર બાર એસો.

Nawanagar Time

Leave a Comment