Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના સાંસદ બનવા ઉમેદવારોનો રાફડો

candidates-of-jamnagar-mps-to-become-mps

લોકસભા બેઠકના ઉમેદવારને લઈ તરેહ-તરેહની ચર્ચા: ધારાસભ્ય વલ્લભ ધારવિયા અને ચિરાગ કાલરિયા પણ મેદાન-એ-જંગમાં

જામજોધપુર:-લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના મહિના બાકી હોય રાજકારણમાં પક્ષોમાં ઉમેદવારી નકકી કરવાનું કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં  છે. આ વખતે જામનગરની સીટ પર સૌની નજર છે. ગત ચુંટણીમાં માડમ વિરૂદ્ધ માડમ ચૂંટણીમાં પૂનમબેન જંગી લીડથી જીત્યા હતાં. આ વર્ષે રાજકિય સમિકરણો પલ્ટાયા છે. રાજકીય ગણી સંસદની સીટ જીત્યા બન્ને પક્ષો પ્રયત્ન કરી રહ્યાં છે.

candidates-of-jamnagar-mps-to-become-mps
candidates-of-jamnagar-mps-to-become-mps

આ વર્ષે જ્ઞાતિનું બેલેન્સ જાળવવું પડશે નહિંતર રાજકીય પક્ષોને આ વખતે બરાબરનું  જશે. ચુંટણીને લઇને બન્ને પક્ષમાં દોડ શરૂ થઇ ગઇ છે. પુર્વ સાંસદ ચૂંટણી લડવાની ના પાડયા પછી અનેક તર્કવિતર્ક થવા માંડયા છે. પાટિદાર ફેકટર ખેડૂતોની સત્તા વિરોધી જુવાળને લઇને પાર્ટીએ પાટિદાર ઉમેદવાર પર પણ નજર માંડી છે જો આમ થાય તો જામજોધપુરમાં યુવા ધારાસભ્ય પાટિદાર અગ્રણી ચિરાગ કાલરિયા પણ  ઝુકાવી શકે છે. તેમજ નવા સમીકરણો ઘ્યાનમાં લઇ જો સતવારા સમાજના મત પડે તો આ સીટ પર કાલાવડના ધારાસભ્ય વલ્લભ ધારવિયા પણ લડી શકે છે. સંસદની ચૂંટણી મવડી મંડળ પણ આ તરફ વિચારતો હોવાનું રાજકોટ સુત્રોમાં ચર્ચા છે. જો કે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું છે કે કોઇ ધારાસભ્યને સંસદની  આપવામાં નહિં આવે પણ આ તો રાજકારણ છે અને રાજકારણની ટિકીટ ફાળવણી સમીકરણ સમય સંજોગોને લઇને ફાળવાય છે. ત્યારે લોકસભાની સીટના જુદા જુદા રાજકીય સમીકરણોને લઇને જામનગરની સીટ પર ભારે ગુંચવણો જોવા મળે છે.

Related posts

હાલારના વાતાવરણમાં પલટો: છાંટા પડ્યાં

Nawanagar Time

જામનગર: શિવરાત્રી મેળા માટે 20 બસ ફાળવાઇ

Nawanagar Time

રૂપિયા સવા બે કરોડ શેવાળમાં ’ગ્યા !

Nawanagar Time

Leave a Comment